________________
(૩) ય પવિપરિવવિ જ ય મિત્તલું સુખ
अप्पिअस्सावि मित्तस्स, रहे कल्लाण भासइ । (५४) कलहडमरवज्जए, बुद्धे अ अभिजाइए ।
દિરિમં પસંનીને, સુવિળત્તિ વૃધ્યક્ | અર્થ: પંદર સ્થાનમાં વર્તતો સાધુ સુવિનીત કહેવાય છે.
(૧) ગુરુઓ-વડીલો પ્રત્યે હંમેશા નમ્ર બની રહેનાર હોય, (૨). ચપળ ન હોય, (૩) માયાવી ન હોય, (૪) કુતૂહલ વિનાનો હોય, (૫) કોઈનો પણ તિરસ્કાર ન કરે, ક્રોધ ન કરે, (૬) ક્રોધ થઈ જાય તો પણ તરત ક્ષમાપના કરી લે. પણ લાંબો કાળ વૈરવૃત્તિ ન રાખે, (૭) મિત્ર વગેરે ઉપકારીના ઉપકારને યાદ રાખી એમને સહાય કરે, (૮) શ્રુતજ્ઞાન પામીને અભિમાન ન કરે, (૯) ગુરુ-વડીલાદિના દોષો ન જુએ, ન બોલે. (૧૦) મિત્રો ઉપર ક્રોધ ન કરે, (૧૧) જે મિત્ર અપ્રિય થઈ ગયો હોય તેની ગેરહાજરીમાં પણ તેને માટે સારું જ બોલે, (૧૨) ઝઘડા-મારામારી ન કરે, (૧૩) ઉત્તમ જાતિ વગેરેવાળો હોય, (૧૪) લજ્જાવાળો હોય, અર્થાત્ મનમાં ખરાબ વિચાર આવે તો પણ લજ્જાને લીધે ખરાબ કામ કરતો અટકે, (૧૫) હંમેશા ગુરુની પાસે જ રહેનાર હોય. કાર્ય આવી પડે તો જ
ગુર્વાજ્ઞાથી ગુરુથી દૂર જનાર હોય. ' () વસે ગુરૂકુત્તે નિત્યં નોર્વે ડાળd |
पिअंकरे पिअंवाई से सिक्खं लध्धुमरिहई ।। અર્થ : સાધુએ હંમેશા ગુરુકુલવાસમાં રહેવું જોઈએ. મન-વચન-કાયાના
યોગો શુભ રાખવા જોઈએ. આગમ-શાસ્ત્રો સંબંધી ઉપધાન, જોગ કરવા જોઈએ. બધાને પ્રિય કામ કરવું જોઈએ. બધે પ્રિય બોલવું જોઈએ. જે સાધુ આટલું કરે છે તે જ શાસ્ત્રો ભણવાને અધિકારી છે.
એ જ આરાધનાનો અધિકારી છે. (५६) गिरि नहेहिं खणह, अयं दंतेहिं खायह ।
जायते पाएहिं हणह, जे भिक्खुं अवमन्नह ।।
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્)
૧૧૧