________________
ચિત્તની સમાધિવાળો, બ્રહ્મચર્યમાં લીન એવો આ સાધુ કાયમ માટે અતિમાત્રામાં ન વાપરે, અર્થાત્ વધારે ન વાપરે.
(૭૧) વિમૂલં પરિવન્ગેઝ્ના, સરીરરિમંડળ |
बंभचेररओ भिक्खू सिंगारत्थं न धारए ।।
અર્થ : બ્રહ્મચારી સાધુએ ચોક્ખા વસ્ત્રો પહેરવા, વારંવાર કાપ કાઢવો ઈત્યાદિ રૂપ વિભૂષાને છોડી દેવી જોઈએ. તથા પોતાના શરીરનો શણગાર થાય, પોતે દેખાવડો લાગે એવા આશયથી વાળ ઓળવા, મોઢું ધોવું વગેરે શરીરમંડન પણ બ્રહ્મચારી સાધુ ન કરે.
( ७२ ) देवदानवगंधव्वा जक्खरक्खसकिंनरा ।
बंभयारिं नमसंति, दुक्करं जे करंति ते ।।
અર્થ : બ્રહ્મચર્યનો મહિમા અપરંપાર છે. માટે જ જે આત્માઓ દુષ્કર એવા બ્રહ્મચર્યને પાળે છે તેમને તો દેવો, દાનવો, ગંધર્વો, યક્ષો, રાક્ષસો અને કિન્નરો પણ નમસ્કાર કરે છે.
(७३) जे केइ उ पव्वइए नियंठे, धम्मं सुणित्ता विणयोववणे । सुदुल्लाहं लहिउं बोहिलाभं विहरेज्ज पच्छा य जहासुहं तु ।। અર્થ : મોહનીયકર્મની આ તે કેવી તાકાત ? કેટલાક આત્માઓ ગુરુ મુખે ધર્મશ્રવણ કરી અત્યંત દુર્લભ એવા બોધિને-સમ્યગ્દર્શનને પામે છે. ગુરુ પ્રત્યે વિનયવંત બની સાચા વૈરાગ્યથી દીક્ષા લે છે. નિર્પ્રન્થ બને છે. પણ પછી કોણ જાણે શું થાય છે કે તેઓ પછી સુખશીલ બનીને સાધુજીવન જીવે છે. શિથિલાચારી બને છે.
(७४) सेज्जा दढा पाउरणं मे अत्थि उप्पज्जइ भोत्तुं तहेव पाउं । जाणामि जं वट्टइ आउसुत्ति, किं नाम काहामि सुएण भंते ।। અર્થ : ગુરુ એને ભણવા કરવાની પ્રેરણા કરે તો આ સાધુઓ કહે છે કે, ગુરુદેવ ! આપણી પાસે સારામાં સારા ઉપાશ્રયો છે. પહેરવા માટે પૂરતાં વસ્ત્રો છે. ભોજન-પાણી કેવી રીતે મેળવવા ? એ બધું મને આવડે છે. એટલે ખાવાપીવાની કોઈ તકલીફ નથી. અને જીવાદિ નવ તત્ત્વો તો હું જાણું જ છું. આમ બધી રીતે સાધુજીવન સીધું પસાર
¡†††††††††††††††††††††
+†††††††††||||†††††††††††††††††††††¡¡¡†††††††††††¿|♪♪♪♪♪♪♪♪♪÷÷÷÷|||
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્)
૧૧૫