________________
એને બચાવી લઉં. આપ મને અનુમતિ આપો એટલી જ વાર છે.
( ९४ ) समया सव्वभूएसु सत्तुमित्तेसु वा जगे ।
A
पाणाइवायविरई जावज्जीवाय दुक्करं ।।
અર્થ : આ સંયમજીવનનું પાલન ખૂબ ખૂબ કઠિન છે. જગત્ના તમામ જીવો ઉપર સમભાવ ધારણ કરવો પડે. કોઈકને પારકા અને કોઈકને પોતાના તરીકે ન જોવાય. શત્રુ અને મિત્રમાં સમભાવ રાખવો પડે. આખી જીંદગી એકપણ જીવને મારી ન શકાય. આ ખૂબ દુષ્કર છે.
(૧૯) નિઘ્યાનપ્રમત્તેળ, મુસાવાવિવપ્નાં ।
भासियव्वं हियं सच्चं, निच्चाउत्तेण दुक्करं ।।
અર્થ : સાધુપણામાં ૨૪ કલાક અપ્રમત્ત રહીને હાસ્યથી, ક્રોધથી, ભયથી કે લોભથી સૂક્ષ્મ પણ મૃષાવાદ ન બોલાઈ જાય એની કાળજી રાખવી પડે અને હિતકારી તથા સત્ય એવું જ વચન સતત ઉપયોગ રાખીને બોલવું પડે. એ ખૂબ દુષ્કર છે.
(૧૬) વંતસોહમામ્સ, અવત્તસ્સ વિવપ્ન་|
अणवज्जेसणिज्जस्स, गिण्हणा अवि दुक्करं ।
અર્થ : ધનધાન્યાદિની વાત તો દૂર રહો ! પણ દાંતમાં ભરાયેલ દાણાઓ કાઢવા માટેની નાનકડી સળી પણ કોઈના આપ્યા વિના જાતે ન લેવાય. તથા જે કંઈપણ ભક્ત-પાન-વસ્ત્રાદિ લેવાના છે એ પણ અનવદ્ય અને ૪૨ દોષ વિનાના જ લેવાના હોય છે. આ ખૂબ દુષ્કર છે.
(९७) विरई अबम्भचेरस्स, कामभोगरसन्नुणा ।
उग्गं महव्वयं बम्भं, धारेयव्वं सुदुक्करं ।।
ઃ
અર્થ : સંસારમાં રહી કામભોગના સુખનો રસાસ્વાદ માણી ચૂકેલાઓ માટે તો આ અબ્રહ્મસેવનથી વિરતિ અને ઉગ્ર મહાવ્રત બ્રહ્મચર્યનું પાલન એ ખરેખર દુષ્કર છે.
૧૨૦
*************
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧