________________
(૨૮) ઘધન્નપેસવો, પરિણાવવાનું !
सव्वारम्भपरिच्चाओ, निम्ममत्तं सुदुक्करं ॥ અર્થ : આ સર્વવિરતી કેવી ? એમાં એક પૈસા જેટલું પણ ધન સાથે ન
રખાય. રાંધેલો કે કાચો એક ચોખાનો દાણો પણ પાસે ન રખાય. કામ કરનાર એક પણ નોકર ન રાખી શકાય. તમામ આરંભોહિંસાકારી કાર્યોનો અહીં ત્યાગ કરવો પડે. કોઈપણ વસ્તુમાં મમતા
રાગ ન કરાય. આ બધું ખૂબ ખૂબ દુષ્કર છે. (૨૨) વાવીયા ના રૂના વિત્તિ, વેસોનો લવાળો |
दुक्खं बम्भव्वयं घोरं, धारेउं अमहप्पणो ।। અર્થ : જેમ કબૂતરો અનાજના દાણા શંકા કરી કરીને ખાય એમ સાધુએ
પણ ગોચરીમાં સતત દોષોની શંકા કરી કરીને નિર્દોષ જણાતી વસ્તુ જ વાપરવાની છે. અને આ માથાના વાળોનો લોચ તો અતિભયંકર છે! વળી, મહાત્માઓની વાત જવા દો. નબળા આત્માઓ માટે આ
નિર્મળ, ઘોર બ્રહ્મચર્યનું પાલન અતિકઠિન છે. (१००) जावज्जीवमविस्सामो, गुणाणं तु महब्भरो ।
गुरुओ लोहभारुब्व, जो पुत्तो ! होइ दुव्वहो ।। અર્થ: (સ્વજનો દીક્ષાર્થી પુત્રને સમજાવે છે કે, સાધુજીવનમાં ક્ષમા,
સરળતા, નમ્રતા, માર્દવ વગેરે હજારો-લાખો ગુણોનો ઘણો મોટો ભાર જરાય થાક ખાયા વિના આખી જિંદગી ઉપાડવાનો હોય છે. શું કોઈ મજૂર આખી જીંદગી વીસ મણ લોખંડનો ભાર ઉંચકી શકે ખરો? એમ હે પુત્ર ! તારા માટે પણ આ ગુણોનો ભાર ઉંચકવો
અશક્ય પ્રાય: છે. (૧૦૧) માણે સોડવ્ય, પકોડવ્ય ઉત્તરો !
बाहाहिं सागरो चेव, तरियव्यो य गुणोदही ।। અર્થ : અર્જનો કહે છે કે આકાશમાં ગંગા નદી વહે છે. એ નદી જે દિશામાં
વહેતી હોય એ જ દિશામાંથી એ નદીને પાર કરવી, એ નદીના ધસમસતા પ્રવાહને સામી દિશાએ ઓળંગવી ખૂબ અઘરો છે. બે
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ)
૧૨૧