________________
થાય છે તો પછી આ વધારે શ્રુતજ્ઞાન ભણવા વગેરેનું શું કામ છે ? (७५) जे केइ पव्वइए निद्दासीले पगामसो ।
भोच्चा पेच्चा सुहं सुअइ, पावसमणेत्ति वुच्चइ ।।
અર્થ : દીક્ષિત બનેલા જે કોઈ સાધુઓ વારંવાર લાંબો કાળ ઉંઘવાના સ્વભાવવાળા બને છે અને ખાઈ-પીને સુખેથી ઉંઘવાનું જ કામ કરે છે તે પાપશ્રમણ કહેવાય છે.
(७६) आयरियउवज्झाएहिं सुयं विणयं च गाहिए ।
ते व खिसई बाले, पावसमत्ति वच्च ।।
અર્થ : દીક્ષાદાતા ગુરુ અને વિદ્યાદાતા ગુરુએ આ સાધુને ઘણું શ્રુતજ્ઞાન ભણાવ્યું, ઘણો વિનય શીખવાડ્યો. આ બધા ઉપકારોથી દબાયેલો એવો પણ એ મૂર્ખ સાધુ તે જ ગુરુઓની નિંદા કરે છે, જેમતેમ બોલે છે એ પાપશ્રમણ કહેવાય.
(૭૭) આયરિયવન્નાયાળું, સમં ન પતિપ્પપુ ।
अप्पडिपूयए थद्धे, पावसमणेत्ति वच्चइ ।।
અર્થ : જે સાધુઓ પોતાના આ બે ગુરુઓની-આચાર્ય, ઉપાધ્યાયની સારી રીતે સેવા-ભક્તિ ન કરે, એમની પૂજા ન કરે, અક્કડ-અભિમાની બની રહે એ પાપશ્રમણ કહેવાય.
( ७८ ) सम्ममाणे पापाणि बीयाणि हरियाणी य ।
असंजए संजयमन्नमाणो, पावसमणेत्ति वुच्चइ || અર્થ : અરેરે ! આ સાધુને જીવદયાનો કોઈ પરિણામ નથી. માટે જ પોતાના અસંયમી વર્તનથી કીડી વગેરે જીવોને, વનસ્પતિના બીજોને, લીલી વનસ્પતિ વગેરેને પીડા પહોંચાડે છે, મારી નાંખે છે. એ તો ઠીક ! પણ પોતે અસંયમી હોવા છતાં પોતાની જાતને સાધુ તરીકે માને છે. લોકોમાં પોતાને સાધુ તરીકે ઓળખાવે છે. આ તો પાપશ્રમણ કહેવાય.
(७९) संथारं फलगं पीढं, निसिज्जं पायकंबलं ।
अप्पमज्जियमारुहइ, पावसमणेत्ति वुच्चइ ।
¿¡¿¿¿¿¿¿¿¿¿¿¿¿¡÷÷÷÷/////÷÷÷÷÷÷÷÷|||||
૧૧૬
|||||||||||||||||||||||||||||||
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ–૧