________________
ગૃહસ્થોનો જે સાધુ વસ્ત્ર, પાત્ર વગેરે આ લોકના ફળો મેળવવા
પરિચય કરતો નથી તે ભિક્ષુ કહેવાય. (६१) सयणासणपाणभोअणं, विविहं खाइमसाइमं परेसिं ।
अदए पडिसेहिए निगंठे, जे तत्थ न पदूसई स भिक्खू ।। અર્થ : શ્રાવકો, ગૃહસ્થો શયન, આસન, પાન, ભોજન, વિવિધ ખાદિમ
સ્વાદિમ સાધુને ન પણ આપે, સાધુને આપવાની ના પાડી દે તો પણ
જે નિર્ઝન્થ તેઓ ઉપર દ્વેષ ન કરે તે સાચો ભિક્ષુ કહેવાય. (६२) जं किंचि आहारपाणं विविहं खाइमसाइमं परेसिं लर्छ ।
जो तं तिविहेण नाणुकंपे मणवयकायसुसंवुडे स भिक्खू ।। અર્થ: જે સાધુ ગોચરીમાં ગૃહસ્થો પાસેથી જે કંઈક આહાર, પાન, વિવિધ
ખાદિમ, સ્વાદિમ મેળવ્યા પછી મન-વચન-કાયાથી પોતાના ગચ્છના બાળ-વૃદ્ધ-ગ્લાન-તપસ્વી વગેરેની વૈયાવચ્ચ-ભક્તિ ન કરે એ સાધુ ન કહેવાય. પણ જે મન-વચન-કાયાનો સંવર કરી વૈયાવચ્ચ-ભક્તિ
કરે તે ખરો સાધુ કહેવાય. (૬૩) પાયામાં વેવ નવો વ તી સોવીર નવો ૨ |
नो हीलए पिंडं नीरसं तु, पंतकुलाणि परिव्वए स भिक्खू ।। અર્થ : ગોચરીમાં ઓસામણ, જવનું ભોજન, ઠંડુ ભોજન, કાંજી, જવનું
ધોવાણવાળું પાણી વગેરે જે નીરસ પિંડ મળે, સાધુએ તે રસહીન પિંડની હીલના ન કરવી જોઈએ. અને એવા દરિદ્ર ઘરોમાં ભિક્ષા
લેવા જવું જોઈએ. તો જ એ ખરો ભિક્ષુ ગણાય. (૬૪) નં વિવિત્તમUફન્ન રહિયં થી નખ ય |
बंभचेरस्स रक्खट्ठा, आलयं तु निसेवए ।। અર્થ : જે ઉપાશ્રય ગૃહસ્થોના ઘરો વગેરેથી ઘેરાયેલ ન હોય પણ અલાયદો
હોય, લોકોની વધારે પડતી અવરજવર વિનાનો હોય, જે ઉપાશ્રયમાં સ્ત્રીઓ ન હોય. બ્રહ્મચર્યની રક્ષા માટે સાધુ આવા
ઉપાશ્રયમાં રહે. (६५) मणपल्हायजणणिं कामरागविवड्ढणिं ।
बंभचेररओ भिक्खू, थीकहं तु विवज्जए ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્)
૧૧૩