________________
અર્થ ઃ ગૌતમ ! તું તો વિશાળ ભવસમુદ્રને તરી ચૂક્યો છે. પણ હવે એ
ભવસમુદ્રને છેક કાંઠે આવીને અટકી કેમ ગયો છે? એ સમુદ્રનો પાર
પામવા માટે ઉતાવળ કર. ગૌતમ ! ક્ષણ પણ પ્રમાદ ન કર. (૪૭) દ વહિં ટાદિ વટ્ટમાળો : સંનg |
अविणीए वुच्चइ सो उ निव्वाणं च न गच्छइ ।। । (४८) अभिक्खणं कोही भवइ पबंधं च पकुव्वइ ।
मित्तिज्जमाणो वमइ सुअं लक्षूण मज्जइ ।। (૪૬) સવિ પાવ-પરિવફ્લેવિ, કવિ મિત્તે Mડું |
सुप्पियस्सावि मित्तस्स, रहे भासइ पावगं ।। (५०) पइण्णवाई दुहिले थद्धे लुद्धे अनिग्गहे ।
असंविभागी अवियत्ते अविणीएत्ति वुच्चइ ।। અર્થ : ચૌદ સ્થાનો એવા છે કે જેમાં વર્તતો સાધુ અવિનીત કહેવાય છે. અને
તે સાધુ મોક્ષ પામતો નથી. (૧) કારણસર કે વગર કારણે વારંવાર ક્રોધ કરે. (૨) ગુર્વાદિ ઘણું સમજાવે તો પણ પોતાના ક્રોધને, દ્વેષને બિલકુલ ન છોડે. વૈરભાવ જાળવી રાખે. (૩) બીજા સાથેની મૈત્રી વમી નાંખી ગમેતેમ વર્તે. (૪) શ્રુતજ્ઞાન પામીને અભિમાન કરે. (૫) ગુરુ વગેરેના દોષો બોલનાર હોય. (૬) પોતાના મિત્રો ઉપર પણ ક્રોધ કરે. (૭) અત્યંત પ્રિય એવા પણ મિત્રની ગેરહાજરીમાં એ મિત્રના દોષો બોલે. (૮) “જકારપૂર્વક એકાંતે વાત કરનાર હોય. (૯) દ્રોહી હોય. (૧૦) “હું તપસ્વી છું વગેરે અભિમાનવાળો (૧૧) ભોજન વગેરેમાં આસક્ત (૧૨) ઈન્દ્રિયોનો નિગ્રહ ન કરે (૧૩) પોતાને મળેલ ગોચરી-પાણી વગેરે સાધુઓને આપવાની ઉદારતા ન દાખવે. (૧૪) જેની સાથે વાતચીત કરવી કે જેનું મોઢું
જોવું લોકોને ન ગમે તેવો હોય. આવો સાધુ અવિનીત કહેવાય. (५१) अह पन्नरसहिं ठाणेहिं सुविणीएत्ति वुच्चई ।
नीआवत्ती अचवले, अमाई अकुऊहले ।। (५२) अप्पं च अहिक्खिवइ, पबन्धं च न कुव्वइ ।
मित्तिज्जमाणो भयइ सुअं. लटुं न मज्जइ ।।
૧૧૦
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧