________________
'ઉત્તરાધ્યયન સૂત્રમ (9) નાગદેસરે, ગુરમુરારિ |
इंगियागारसंपण्णे, से विणीए त्ति वुच्चइ ।। અર્થ: તે સાધુઓ વિનયવાનું કહેવાય કે જેઓ (૧) ગુરુની આજ્ઞાનું પાલન
કરે છે. (૨) ગુરુની પાસે, ગુરુની સાથે રહે છે. (૩) ગુરુના આંખના ઈશારાદિ અને ગુરુના મુખના આકારમાત્રથી ગુરુના મનના
અભિપ્રાયને જાણી લે છે. (२) जहा सुणी पूइकण्णी निक्कसिज्जइ सव्वसो ।
एवं दुस्सील पडिणीए मुहरी निक्कसिज्जइ ।। અર્થ : જેમ સડી ગયેલા કાનવાળી કુતરી બધેથી હટુ હ કરી બહાર કઢાય
છે એમ ચારિત્ર ન પાળનારા, ગુરુના જ દુશ્મન બનનારા, ગુરુની સામે ગમે તેમ બોલનારા શિષ્યો પણ બધે જ હટ્ટ હર્ કરાય છે,
અનાદર પામે છે. (3) જુલાસિનો ન થMા વંતિં સેવિગ્ન પંકિg /
खुड्डेहिं सह संसगं हासं कीडं च वज्जए ।। અર્થ : ઓ શિષ્ય ! એક શિખામણ માનીશ? તારા ગુરુ તારા ઉપર
અનુશાસન કરે=ઠપકો આપે તો તું ક્રોધ ન કરીશ. તું તો પંડિત છે. ક્ષમાને ધારણ કરજે. અને ખરાબ સાધુઓ સાથે પરિચયાદિ ન કરીશ
તથા હાસ્ય-મશ્કરી-ક્રીડાનો ત્યાગ કરજે. એ. (४) आहच्च चण्डालियं कटु न निन्हुविज्ज कयाइवि ।
कडं कडेत्ति भासेज्जा, अकडं नो कडेत्तिय ।। અર્થ : કદાચ ક્રોધમાં આવીને તારાથી કડવા-અસત્ય વચન બોલાઈ પણ
જાય પણ એ બોલ્યા બાદ ક્યારેય પણ એ તારી ભૂલને છુપાવવાનો પ્રયત્ન ન કરીશ કે, હું આમ બોલ્યો જ નથી. એને બદલે તેં જે ભૂલ કરી હોય તે સરળ બનીને સ્વીકારજે. કહેજે કે, “આ ભૂલ મેં કરી છે. અને જે ભૂલ તેં ન કરી હોય ત્યાં સ્પષ્ટ ના પાડજે કે, “આ મારી ભૂલ નથી. '
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ).
GG