________________
(૧) મા નિયસેવ સં વયમિચ્ચે પુની પુણો |
कसं व ढुमाइन्ने पावगं परिवज्जए ।। અર્થ : ઓ શિષ્ય ! તું પેલા ગળીયા બળદ જેવો ન બનીશ, અર્થાત્ ગુરુએ
વારંવાર તને એકની એક વાતમાં ઠપકો આપવો પડે, સૂચના કરવી પડે એવો ન બનીશ. પણ તું જાતિમાનું અશ્વ જેવો બનજે. જેમ એ અશ્વ લગામને જોતાંની સાથે પોતાનો અપરાધ સુધારી લે છે એમ તું પણ ગુરુના દર્શન
માત્રથી, એમના એકાદ વચન માત્રથી પાપને છોડી દેજે. (६) अणासवा थूलवया कुसीला मिउंपि चण्डं पकरप्ति सीसा ।
चित्ताणुया लहु दक्खोववेया पसायए ते हु दुरासयंपि ।। અર્થ : આ તો કેવો આસમાન-જમીનનો ફરક ! જે શિષ્યો ગુરુના વચનને
માનનારા નથી, જેઓ ગમે તેવા શબ્દો બોલનારા છે, જેઓ ચારિત્ર બરાબર પાળતા નથી તે શિષ્યો તો પોતાના એકદમ શાંત ગુરુને પણ પોતાના નિમિત્તે ચંદ્રાચાર્ય જેવા ક્રોધી બનાવી દે છે.
જ્યારે ગુરુના ચિત્તને જ અનુસરનારા, ચપળ અને હોંશિયારીવાળા શિષ્યો તો ચંડરુદ્ર જેવા પોતાના દુષ્ટ આશયવાળા ગુરુને પણ પ્રસન્ન
કરી દે છે. (૭) ના પુદ્દો વાપરે વિધિ મુદ્દો વા નારિયં ચ |
कोहं असच्चं कुब्विज्जा धारिज्जा पियमप्पियं ।। અર્થ : જ્યાં સુધી ગુરુ તને કંઈ ન પૂછે ત્યાં સુધી (તારા અહંકારથી, તારું
જ્ઞાનાદિ દેખાડવા) કંઈપણ ન બોલીશ. અને જ્યારે ગુરુ પૂછે ત્યારે ખોટું ન બોલીશ. તને હૃદયમાં ક્રોધ જાગે તો એને નિષ્ફળ કરજે. વચન કે કાયામાં એ ક્રોધ ન આવવા દઈશ. પ્રિય-અપ્રિય બધું જ
ધારણ કરજે. રાગ-દ્વેષ ન કરીશ. ..(८) पडीणीयं च बुद्धाणं वाया अदुव कम्मणा ।।
आवी वा जइ वा रहस्से, नेव कुज्जा कयाइ वि ।। અર્થ : ધ્યાન રાખજે ! જાહેરમાં કે ખાનગીમાં ગુરુઓ, વડીલોની વિરુદ્ધ
૧૦૦
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧