________________
અર્થ : જેમ શ્વેતવર્ણી બની ગયેલું પાકું વૃક્ષનું પાંદડું નીચે પડી જાય છે એમ જેમ જેમ રાત્રિ અને દિવસો પસાર થતા જાય છે તેમ તેમ મનુષ્યનું જીવન પણ ખલાસ થઈ જાય છે. માટે જ હે ગૌતમ ! તું ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરીશ.
(३४) कुसग्गे जह ओसबिंदुए थोवं चिट्ठइ लंबमाणए ।
एवं मणुआण जीवियं समयं गोयम ! मा पमायए ।। અર્થ : ઘાસના અગ્રભાગ ઉપર બાઝેલું ઝાકળનું બિંદુ અલ્પકાળ જ રહે છે એમ આ મનુષ્યોનું જીવન પણ ઝાઝું ટકતું નથી. માટે હે ગૌતમ ! એક સમય પણ પ્રમાદ ન કરીશ.
(३५) इइ इत्तरिअम्मि आउए जिविअए बहुपच्चवायए । विहुणाहि रयं पुरेकडं समयं गोयम ! मा पमायए ।।
અર્થ : આમ જ્યારે આ મનુષ્યજીવન અલ્પકાળ જ ટકનારું છે અને એ ય પાછું ઘણી બધી મુશ્કેલીઓથી ભરેલું છે તો પછી તારે એક જ કામ કરવું જોઈએ. પૂર્વે બાંધેલા તારા કર્મોનો તું ખાત્મો બોલાવ. હે ગૌતમ ! આમાં એક ક્ષણ પણ પ્રમાદ ન કરીશ.
( ३६ ) दुल्लहे खलु माणुसे भवे चिरकालेण वि सव्वपाणिणं । गाढा य विवाग कम्मुणो समयं गोयम ! मा पमायए ।। અર્થ : ખરેખર તમામ જીવોને લાંબા કાળે પણ આ મનુષ્યભવની પ્રાપ્તિ અતિ-દુર્લભ છે. અને વળી આ કર્મોના વિપાકો પણ કેવા ભયંકર છે? માટે જ ગૌતમ ! જો તને આ માનવભવ મળ્યો છે, કર્મનાશ કરવાની તક મળી છે તો હવે સમય માત્ર પણ પ્રમાદ ન કરીશ. ( ३७ ) लध्धूण वि माणुसत्तणं आरिअत्तं पुणरवि दुल्लहं ।
बहवे दस्सुआ मिलक्खुआ समयं गोयम ! मा पमायए ।। અર્થ : કે ગૌતમ ! આવો દુર્લભ માનવભવ પણ મળી જાય પણ એ મળ્યા પછી પણ આર્યદેશમાં એ મનુષ્યભવ તો ઘણો જ દુર્લભ છે. ઘણા ચોરો, મ્લેચ્છો= અનાર્યો દેખાય જ છે. માટે જ તને તો આર્યદેશ પણ મળ્યો છે. તો પછી હવે ક્ષણમાત્ર પ્રમાદ ન કરીશ.
+++++++++++++++†††††††ÿ÷÷÷÷÷÷÷♪♪♪|
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷++++++++†
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્)
૧૦૭