________________
(९९) जीविअं मरणेण समं उप्पज्जइ जुव्वणं सह जराए ।
रिद्धी विणाससहिआ हरिसविसाओ न कायव्यो ।। અર્થ: દરેક જીવન, મરણની સાથે જ ઉત્પન્ન થાય છે. દરેક યૌવન
ઘડપણની સાથે જ જન્મ લે છે. દરેક ઋદ્ધિઓ પોતાના સર્વનાશની સાથે જ હોય છે. એટલે જીવન, યૌવન કે ઋદ્ધિની પ્રાપ્તિમાં હર્ષ કરવા જેવો નથી કે મરણ, ઘડપણ, ઋદ્ધિનાશમાં વિષાદ પણ કરવા જેવો નથી.
(૧૪) ઈન્ડિયાદિવિકારનિરોધ કુલકમ (१००) जत्थ य विसयविराओ कसायचाओ गुणेसु अणुराओ ।
किरिआसु अप्पमाओ, सो धम्मो सिवसुहो लोए (वाओ) ।। અર્થ: તે જ ધર્મ આ જગમાં મોક્ષસુખ આપી શકે છે કે જે ધર્મમાં (૧)
વિષયો પ્રત્યે વૈરાગ્યભાવ ટપકે છે. (૨) કષાયોનો ત્યાગ ચમકે છે. (૩) ગુણોમાં અનુરાગ છે. (૪) ક્રિયામાં અપ્રમાદ છે.
૯૮
જૈન શાસ્ત્રોના ચંટેલા શ્લોકો ભાગ-૧