________________
પીડા કરે તો પણ એ આત્માર્થી જીવને દુઃખ થતું નથી. એ તો એમ જ માને છે કે, ‘આ પીડા દ્વારા મારો કર્મોના દેવામાંથી છુટકારો થયો.’
( ८२) दुक्खाण खाणी खलु रागदोसा ते हुंति चित्तम्मि चलाचलम् । अज्झप्पजोगेण चएइ चित्तं चलत्तमालाणिअ कुञ्जरुव्व ॥ અર્થ : ઓ આત્મન્ ! આ તારા રાગ-દ્વેષ એ જ તમામ દુઃખોની ખાણ છે. અને એ રાગ-દ્વેષ ચંચળ મનમાં ઉત્પન્ન થાય છે. જો તું અધ્યાત્મયોગ સાધી લે તો એના દ્વારા મન ચંચળતાને છોડી દે. પછી સ્થિર ચિત્તમાં રાગ-દ્વેષ નહિ જાગે. શું આલાનસ્તંભે બાંધેલો હાથી ચંચળ બની શકે ખરો ?
(૮૩) નંદ્ધા સુરનરરિદ્ધી, વિસયા વિ સયા નિસેવિ ોળ । पुण संतोसेण विणा किं कत्थ वि निव्वुई जाया
અર્થ : ઓ જીવ ! તેં અત્યાર સુધી અનંતીવાર દેવલોકની અને મનુષ્યલોકની ઋદ્વિ-સંપત્તિ મેળવી છે અને સદા તેં વિષયસુખો પણ સેવ્યા છે. પણ તું બોલ, શું તને સંતોષ ન હોવાથી ક્યાંય પણ આનંદ=નિવૃત્તિ થઈ છે ખરી ? (તો હવે સંતોષ ધારણ કર. અતૃપ્ત ન બન.)
(८४) जं वाहिवालवेसानराण तुह वेरिआण साहीणे ।
વેદે તત્વ મમત્ત, નિત્ર ! ળમાળો વિવિ ઇતિ ? || અર્થ : ચેતન ! આ જે દેહ ઉપર તને ખૂબ મમતા છે એ તો તારા શત્રુ એવા વ્યાધિ, સાપ, અગ્નિને આધીન છે. (અર્થાત્ એ શત્રુઓ દ્વારા શરીર વિનાશ પામવાનું છે.) તો પછી આ શરીરમાં મમતા=રાગ કરીને પણ તું શું મેળવીશ ?
(८५) वरभत्तपाणण्हाण य सिंगारविलेवणेहिं पुट्ठो वि ।
निअपहुणो विहडतो, सुणएण वि न सरिसो देहो ।। અર્થ : ઓ જીવ ! આ તારું શરીર તો કૂતરા જેટલી પણ વફાદારી ધરાવતું નથી. કૂતરો તો પોતાને સાચવનાર માલિકને ક્યારેય ન છોડે. જ્યારે આ શરીર ! તેં એને સારું ખવડાવ્યું, પીવડાવ્યું, એને નવડાવ્યું,
+++++++++++++++|||||||||||÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷|||||÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷↓↓↓↓↓÷÷÷÷÷÷÷|+|†††
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
୪