________________
પ્રવૃત્તિ કરવા દ્વારા શોભે છે. (७७) अभूसणो सोहइ बंभयारी, अकिंचणो सोहइ दिक्खधारी ।
बुद्धिजुओ सोहइ रायमंति लज्जाजुओ सोहइ एगपत्ति (त्ती) ।। અર્થ : તે જ બ્રહ્મચારી શોભે છે કે જે આભુષણો નથી પહેરતો. વિભુષા નથી
કરતો. તે જ દીક્ષિત શોભે છે કે જે અકિંચન છે, અપરિગ્રહી છે. તે જ રાજમંત્રી શોભે છે કે જે બુદ્ધિમાન છે. તે જ એક પત્નીવાળો પુરુષ
શોભે છે કે જે લજ્જાળુ છે. (७८) न धम्मकज्जा परमत्थि कज्जं न पाणिहिंसा परमं अकज्जं ।
न पेमरागा परमत्थि बंधो न बोहिलाभा परमत्थि लाभो ।। અર્થ : ધર્મકાર્ય કરતા કોઈ ઉત્કૃષ્ટ કાર્ય નથી. જીવોની હિંસા કરતા કોઈ મોટું
પાપ નથી. પ્રેમરાગ જેવું કોઈ મોટું બંધન નથી તો બોધિલાભ જેવો
કોઈ લાભ નથી. (७९) दाणं दरिदस्स पहुस्स खंति, इच्छा निरोहो य सुहोइयस्स ।
तारुण्णए इंदियनिग्गहो य चत्तारि एआणि सुदुक्कराणि ।। અર્થ : દરિદ્ર વ્યક્તિ દાન આપે, શક્તિશાળી માણસ ક્ષમા ધારણ કરે, સુખમાં
ઉછરેલો આત્મા પોતાની ઈચ્છાનો નિરોધ કરે, યુવાન યૌવનમાં પોતાની ઈન્દ્રિયોનો નિગ્રહ કરે. આ ચાર વસ્તુઓ દુષ્કર છે.
(૧૨) આત્માવબોધ કુલકમ્ (૮૦) વદિસંતરામેચા વિવિદ વદી વિંતિ તરસ લુહૂં |
गुरुवयणाओ जेणं सुहझाणरसायणं पत्तं ।। અર્થ : જે શિષ્યો સદ્ગુરુઓની વાણી દ્વારા શુભધ્યાનરૂપી રસાયણને પામી
ચૂક્યા છે તેઓને શારીરિક કે માનસિક વ્યાધિઓ દુ:ખ આપી શકતી
નથી. (८१) जिअमप्पचिंतणपरं, न कोइ पीडेइ अहव पीडेइ ।
ता तस्स नत्थि दुक्खं, रिणमुक्कं मन्नमाणस्स ।। અર્થ : જે જીવ પોતાના આત્માનું ચિંતન કરવામાં લીન છે એને કોઈ જ
પીડા કરતું નથી, પરેશાન કરતું નથી. છતાં કોઈ એ આત્માર્થીને
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (કુલકસંગ્રહ)
૯૩