________________
અહો ! આમ પોતાનો આત્મા તો ઠગાયો પણ આ ધૂર્તતાથી તો આ
ભયંકર દાંભિકોએ આખા જગતને ય ઠગ્યું ! - પ્રબંધ-જયો
અધિકાર-૧૨મો (७६) मनाशुद्धिश्च सम्यक्त्वे सत्येव परमार्थतः ।।
तद्विना मोहगर्भा सा, प्रत्यपायानुबन्धिनी ।।१।। અર્થ : નિશ્ચયનયની દૃષ્ટિએ પૂર્વોક્ત મનશુદ્ધિ સમ્યગ્દર્શનની હાજરીમાં જ
હોઈ શકે છે. તેની ગેરહાજરીમાં જે મનશુદ્ધિ જણાય છે તે તો મોહ(અજ્ઞાન)ગર્ભિત હોય છે, જેનાથી અનેક આપત્તિઓની
પરંપરાનું સર્જન થાય છે. (૭૭) તત્ત્વશ્રદાનને વ્ય, જરિત બિનરાજને ! | સર્વે નીવા ન દેવ્ય સૂત્રે તસ્વીમતીર્થ | દા અર્થ: શ્રી જિનેશ્વરદેવના શાસનમાં “તત્ત્વનું શ્રદ્ધાન' એ સમ્યકત્વ કહ્યું છે.
અહીં તત્ત્વ શું? એના ઉત્તરમાં કહે છે કે “સર્વ જીવો (કોઈ પણ જીવ) હણવા યોગ્ય નથી એવું જે જ્ઞાન તેને સૂત્રમાં તત્ત્વશ્રદ્ધાન કહે
છે. તે જ્ઞાન ઉપરની શ્રદ્ધા તે સમ્યક્ત છે. (૭૮) અર્થોડયમપરોડનર્થ, રૂતિ નિર્ધાર હરિ |
आस्तिक्यं परमं चिह्न सम्यक्त्वस्य जगुर्जिनाः ।। ५७।। અર્થ : આ શુદ્ધ અહિંસા એ જ તત્ત્વ છે. એનું શ્રદ્ધાન એ જ સમ્યક્ત્વ છે.
આ સમ્યકત્વનું મુખ્ય લક્ષણ આસ્તિક્ય છે. આસ્તિક્ય એટલે જિનોક્ત વચન એ જ અર્થ છે, એ જ પરમાર્થ છે, બાકીનું બધું અનર્થરૂપ છે એવો સચોટ અંતરનો નિર્ધાર, વિશ્વાસ, નિશ્ચય.
+ અધિકાર-૧૪માં (७९) अधीत्य किञ्चिच्च निशम्य किञ्चिदसद्ग्रहात्पण्डितमानिनो ये ।
मुखं सुखं चुम्बितमस्तु वाचो, लीलारहस्यं तु न तैर्जग्राहे ।।३।। અર્થ: થોડુંક ભણી લઈને, થોડું ઘણું સાંભળી લઈને કોઈ વાતનો કદાગ્રહ
૨૦
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧