________________
અર્થ : જે શિષ્ટલોકોને અમાન્ય દોષો છે તેનું સેવન કરે છે તે અકાર્ય કરનાર
આત્માને તો આલોક-પરલોકે દુઃખ પડે જ છે, પરંતુ તેવા પાપી
માણસની નિન્દા જે માણસ કરે તે પણ દુઃખી થાય છે. (२०) सुठुवि उज्जममाणं पंचेव करिति रित्तयं सामण्णं ।
अप्पथुई परनिन्दा जिब्भोवत्था कसाया य ।। ७२ ।। અર્થ : જે સાધુ તપ-જપ-સંયમનું આરાધન ખૂબ ઉત્કૃષ્ટ રીતે કરે છે તેના
સાધુપણાને આ પાંચ વસ્તુઓ કચરો કરી નાંખે છે : પગલૂછણિયું બનાવી દે છે. (૧) સ્વપ્રશંસા (૨) પરનિન્દા (૩) રસનાની લંપટતા (૪)
જાતીય-વાસના અને (૫) કષાયો. (२१) परपरिवायमईओ दूसइ वयणेहिं जेहिं जेहिं परं ।
ते ते पावइ दोसे परपरिवाइ इअ अपिच्छो ।। ७३ ।। અર્થ: બીજાઓના છતાં કે અછતાં દોષોને જાહેરમાં લાવીને લોકોમાં નિંદા
કરનારા માણસમાં તે દોષો પેસી જાય છે. (२२) थद्धा च्छिद्दप्पेही अवण्णवाइ सयंमइ चवला ।
वंका कोहणसीला सीसा उव्वेअगा गुरुणो ।। ७४ ।। અર્થ: ગુરુ સામે અભિમાન કરનારા, ગુરુના પણ દોષો જોનારા, ગુરુનિંદક,
સ્વતન્ન મિજાજના, અસ્થિર ચિત્તવાળા, વક્ર અને ક્રોધી એવા શિષ્યો
ગુરુને ઉગ કરાવનારા બને છે. (२३) जस्स गुरुम्मि न भत्ति न य बहुमाणो न गौरवं न भयं ।।
न वि लज्जा न वि नेहो गुरुकुलवासेण किं तस्स ।। ७५।। અર્થ : જેની ગુરુ પ્રત્યે ભક્તિ નથી, હાર્દિક બહુમાન નથી, સન્માનભાવ
નથી, તેમનાથી કોઈ ભય નથી, લાજ નથી, ગુરુ પ્રત્યે સ્નેહ પણ
નથી એવો કોઈ સાધુ ગુરુકુલવાસમાં હોય તો ય તેનાથી શું ફાયદો? (२४) एगदिवसं पि जीवो पव्वज्जमुवगओ अनन्नमणो ।
जइ वि न पावइ मुक्खं अवस्सं वेमाणिओ होइ ।। ९०।। અર્થ : જો મનના અત્યન્ત શુદ્ધ અધ્યવસાયોની સાથે કોઈ આત્મા એક
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉપદેશમાળા)
૩૭