________________
અર્થ : પોતાનાથી બીજા-એટલે સર્વજીવોનું હિત થાય તેવી ભાવના એ
મૈત્રીભાવના છે. જે જીવોમાં કોઈ ને કોઈ શક્તિની, લબ્ધિની, પુષ્પાઈની કે સમજણ વગેરેની વિશેષતા પડી છે તે જોઈને આનંદ પામવો તે મુદિતા (પ્રમોદ) ભાવના છે. અન્ય દુઃખી જીવોને જોઈને દુઃખી થઈ જવું એ કરૂણાભાવના છે. અન્ય પાપી જીવોને જોઈને
તેમની ઉપેક્ષા કરવી તે માધ્યચ્ય ભાવના છે. (२३) मैत्री निखिलसत्त्वेषु प्रमोदो गुणशालिषु ।
माध्यस्थ्यमविनेयेषु करुणा दुःखदेहिषु ।। ५२ ।। (૨૪) ધર્મવડુમસ્થતા મૂ મહેમાવનાર /
यैर्न ज्ञाता न चाभ्यस्ताः स तेषामतिदुर्लभः ।। ५३ ।। અર્થ : સર્વ જીવો પ્રત્યે મૈત્રી, ગુણીજનો પ્રત્યે પ્રમોદ, દુઃખિતો પ્રત્યે કરૂણા
અને ઉદ્ધતાઈ વગેરે દોષવાળા જીવો પ્રત્યે માધ્યચ્ય ભાવના રાખવી જોઈએ. ધર્મરૂપી કલ્પવૃક્ષનું આ ભાવનાઓ મૂળ છે. જેમણે તેણે જાણી નથી કે જીવનમાં ઉતારી નથી તેમને ધર્મની પ્રાપ્તિ અતિ દુર્લભ બની રહે
છે. (ર૧) સહો વિચિત્ર મોદીએં, તન્વેરિયન્મઃ |
दोषा असन्तोऽपीक्ष्यन्ते परे सन्तोऽपि नात्मनि ।। ५४।। અર્થ : અરે, મોહદશાનો આ અંધાપો કેવો છે કે તેવા માણસો બીજાઓમાં
ન હોય તેવા દોષોને જુએ છે અને પોતાનામાં રહેલા દોષોને જોતા
નથી. (२६) मदीयं दर्शनं मुख्यं पाखण्डान्यपराणि तु ।
मदीय आगमः सारः परकीयास्त्वसारकाः ।। ५५ ।। અર્થ : મારું જ દર્શન (મત) શ્રેષ્ઠ છે અને બીજા દર્શનો પાખંડ છે. મારું જ
શાસ્ત્ર સારભૂત છે અને બીજાના શાસ્ત્રો અસાર છે. (૨૭) પરં પતિનં પત્તિ ન તુ હં મોદમોહિતાઃ |
कुर्वन्तः परदोषाणां ग्रहणं भवकारणम् ।। ५८ ।।
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (યોગસાર)
૬૩