________________
અર્થ : જ્યારે મુનિને દુઃખમાં સુખ અનુભવાય અને સુખમાં દુ:ખની
અનુભૂતિ થાય ત્યારે તેણે જાણવું કે મોક્ષલક્ષ્મી સામેથી ચાલી આવીને
તેના ગળામાં વરમાળા નાંખી દેવાની છે. (९०) जन्मभूत्वात् पुलिन्दानां वनवासे यथा रतिः ।
तथा विदिततत्त्वानां यदि स्यात् किमतः परम् ।। १९२ ।। અર્થ : જેમ ભીલ વગેરે લોકોને પોતાની જન્મભૂમિ હોવાના કારણે
વનવાસમાં આનંદ મળે છે તેમ તત્ત્વના જ્ઞાની યોગીને પણ જો
વનવાસમાં આનંદ આવી જાય તો તેને બીજું જોઈએ પણ શું? (39) શરીરમાનર્વિદુઘા વહુદિનઃ |
संयोज्य साम्प्रतं जीव ! भविष्यसि कथं स्वयम् ।। १९७।। અર્થ: હે આત્મન્ ! ઘણા જીવોને ઘણી રીતે તું શારીરિક અને માનસિક
દુઃખો સાથે જોડે છે. હાય ! તો દુ:ખ દેનારા તારું ભાવિ શું? (९२) धर्मं न कुरुषे मूर्ख ! प्रमादस्य वशंवदः ।
कल्ये हि त्रास्यते कस्त्वां नरके दुःखविह्वलम् ।। १९८ ।। અર્થ : હે મૂર્ખ ! પ્રમાદને વશ પડેલો તું અત્યારે ધર્મ (ત્યાગ, તપ વગેરે)
કરતો નથી તો પછી નરકમાં દુઃખથી ત્રાસી ગયેલા તને કાલે કોણ
બચાવશે ? (९३) कन्धरावद्धपापाश्मा भवाब्धौ यद्यधोगतः ।
क्व धर्मरज्जुसंप्राप्तिः पुनरुच्छलनाय ते ।। १९९।। અર્થ : જો તું ગળામાં પાપરૂપી પથ્થર બાંધીને ભવસાગરના તળિયે જતો
રહીશ તો બહાર આવવા માટે તને ધર્મરૂપી દોરડું શી રીતે મળશે? (९४) दु:खकूपेऽत्र संसारे सुखलेशभ्रमोऽपि यः ।।
सोऽपि दुःखसहस्रेणानुविद्धोऽतः कुतः सुखम् ।। २००।। અર્થ: દુઃખના કુવા જેવા આ સંસારમાં સુખના લેશનો જે ભ્રમ થાય છે તે
પણ હજારો દુઃખોથી વીંટાયેલ છે. તેથી સંસારમાં સુખ ક્યાંથી લાવવું?
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (યોગસાર)
૭૫