________________
(ર૪) ના રિદ્ધી સમરા મુંનંતા પિયતમસંગુત્તા |
सा पुण कित्तियमित्ता, दिढे तुह सुगुरु मुहकमले ।। અર્થ: ઓ નિઃસ્પૃહ શિરોમણિ! પેલા દેવલોકના દેવો પોતાની પ્રિયતમાઓ
સાથે પુષ્કળ દેવતાઈ સુખો ભોગવે છે, પણ આપના મુખકમળના દર્શનથી મને જે આનંદ થયો છે એની આગળ તો એ દેવતાઈ
સુખોની શી વિસાત? બિચારા તૃણમાત્ર જેટલા મને લાગે છે. (ર૧) મન-વ-વેરા િમ ગં પર્વ ક્ઝિર્થ સયા ભવં !
तं सयलं अज्ज गयं, दिढे तुह सुगुरु मुहकमले ।। અર્થ : ઓ કરૂણાજલધિ ! આજ સુધી મેં મન, વચન, કાયાથી જેટલા પાપો
કર્યા છે એ બધા જ પાપો આપના મુખકમળના દર્શન માત્રથી નાશ
પામી ગયા. (२६) दुल्लहो जिणिंदधम्मो दुल्लहो जीवाण माणुसो जम्मो ।
लद्धेवि मणुअजम्मे, अइदुल्लहा सुगुरुसामग्गी ।। અર્થ: હે શાસનપ્રભાવક ગુરુદેવ ! આ જગત્માં જિનેશ્વરોએ સ્થાપેલો
જૈનધર્મ દુર્લભ છે એમ મનુષ્યજન્મની પ્રાપ્તિ પણ દુર્લભ છે. કદાચ આ મનુષ્યજન્મ મળી જાય, પણ આપના જેવા સદ્ગુરુઓની પ્રાપ્તિ
તો અતિદુર્લભ છે. (२७) जत्थ न दीसंति सुगुरु पच्चूसे उट्ठिएहिं सुपसन्ना ।
तत्थ कहं जाणिज्जइ जिणवयणं अमिअसारिच्छं ।। અર્થ : જે શિષ્યોને સવારે ઉઠતાની સાથે પોતાના સુપ્રસન્ન ગુરુનું દર્શન
પ્રાપ્ત થતું નથી એ શિષ્યો અમૃત સરીખા જિનવચનોને શી રીતે
જાણશે? (સદ્ગુરુ હોય તો જિનવચન જણાવે, એ તો નથી.) (२८) जह पाउसंमि मोरा, दिणयरउदयम्मि कमलवणसंडा ।
વિદતિ તેજ તચ્ચિા (?) તદ અખ્ત વંસને તુ છે અર્થ : જેમ પેલા મોરલાઓ વર્ષાઋતુમાં આનંદ પામે છે, જેમ સૂર્યનો ઉદય
થતાંની સાથે કમળો ખીલી ઉઠે છે તેમ આપના દર્શનથી અમે પણ ખૂબ આનંદ પામીએ છીએ.
૮૨
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧