________________
રોજ ૮૦૦ ગાથાનો સ્વાધ્યાય કરીશ. ઉનાળામાં રોજ ૩૦૦ ગાથાનો સ્વાધ્યાય કરીશ. સ્વાધ્યાય એટલે ગાથાઓનું પુનરાવર્તન ! (સામાન્યથી દિવસના સમયમાં નવો નવો અભ્યાસ કરાય એટલે જૂની ગાથાઓનો પાઠ રાત્રે થાય. શિયાળામાં રાત્રિ મોટી માટે ૮૦૦ ગાથા કહી છે. શક્તિ પ્રમાણે ઓછો પણ નિયમ લેવાય.) (३४) परमिट्ठनवपयाणं सयमेगं पइदिणं समरामि अहं । अह दंसणआयारे, गहेमि नियमे इमे सम्मं ॥
અર્થ :
: હું રોજ ૧૦૮ નવકાર ગણીશ તથા દર્શનાચારમાં આ પ્રમાણે સમ્યક્ નિયમો લઈશ. (કોઈપણ યોગ્ય જપનો નિયમ લેવાય.)
(३५) अट्ठमीचउद्दस्सीसुं सव्वाइं वि चेइआई बंदिज्जा । सव्वे वि तहा मुणिणो सेस दिणे चेइअं इक्कं ।।
અર્થ : આઠમ-ચૌદસના દિવસે સઘળાં દેરાસરોએ દર્શન કરીશ, વંદન કરીશ અને આ બે તિથિઓમાં જુદા જુદા ઉપાશ્રયે રહેલા તમામ મુનિઓને વંદન કરીશ. બાકીના દિવસે એક એક દેરાસરે વંદન કરીશ.
(૩૬) અદ ચારિત્તાયારે, નિગમ દળ રેમિ ભાવેનં ।
बहिभूगमणाईसुं वज्जे वत्ताई ईरियत्थं ॥
અર્થ : હવે ચારિત્રાચારમાં ભાવથી નિયમોનો સ્વીકાર કરીશ. બહાર સ્થંડિલ જતા, વિહાર કરતા, દેરાસરાદિ જતાં ઈર્યાસમિતિ પાળવા માટે બીજા સાધુ વગેરે સાથે લેશ પણ વાતચીત નહિ કરું. (३७) अपमज्जियगमणम्मि अ संडासा पमज्जिउं च उवविसणे । पाउंछणयं च विणा उवविसणे पंचनमुक्कारा ।
અર્થ : (રાત્રિ વગેરે સમયે) પૂંજ્યા-પ્રમાર્ઝા વિના નહિ ચાલું, બેસતી વખતે પગની વચ્ચેનો ભાગ વગેરે પૂંજીને બેસીશ. અને એ પણ આસન ઉપર બેસીશ. સીધો જમીન પર નહિ બેસું. આમાં કોઈપણ ભૂલ થાય તો એક ભૂલ દીઠ પાંચ નવકાર ગણીશ. (એવું ગમે તે પ્રાયશ્ચિત્ત ધારી શકાય.)
++++++++++++++++++++++++++++++|||||||||||
૮૪
†††††††††††÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧