________________
પાડીશ. (પણ મૌન થઈ જજે.)
(१५) संपइ दूसमसमए दीसइ थोवो वि जस्स धम्मगुणो । बहुमाणो कायव्वो, तस्स सया धम्मबुद्धीए ।। અર્થ : હે આત્મન્ ! આ તો હુંડા અવસર્પિણીનો દુઃષમાકાળ-અતિભયંકર કાળ છે. આ કાળમાં તને જે કોઈમાં થોડોક પણ ધર્મગુણ દેખાય તો તું સદા ધર્મબુદ્ધિથી એના ઉપર બહુમાન કરજે.
(१६) जउ परगच्छ सगच्छे, जे संविग्गा बहुस्सुया मुणिणो । तेसिं गुणाणुरायं मा मुंसु मच्छरप्पहओ ।।
અર્થ : પારકા ગચ્છમાં કે સ્વગચ્છમાં જે સાધુઓ સંવિગ્ન=વૈરાગી, બહુશ્રુત=વિદ્વાન=જ્ઞાની હોય તેઓ પ્રત્યેનો ગુણાનુરાગ માત્ર ઈર્ષ્યાના પાપે ન છોડીશ.
(१७) गुणरयणमंडियाणं बहुमाणं जो करेइ सुद्धमणो ।
सुलहा अन्नभवंमि य, तस्स गुणा हुंति नियमेणं ।। અર્થ : શુદ્ધ મનવાળો જે આત્મા ગુણોરૂપી રત્નોથી શોભી રહેલા બીજાઓ ઉપર બહુમાનભાવને ધારણ કરે છે એ આત્માને એ તમામ ગુણો આવતા ભવમાં સુલભ થઈ જાય છે. હે જીવ ! આમાં લેશ પણ શંકા ન રાખીશ.
(૨) ગુરુપ્રદક્ષિણા કુલકન્
(૧૮) ગોલમ-સુહમ્મ-નવુ-મો-સિખ્ખમવાઞારિયા । अन्नेवि जुगप्पहाणा तइं दिट्ठे सुगुरु ते दिट्ठा ।। અર્થ : હે ભવોદધિતારક ગુરુદેવ ! આ શાસનમાં જે ગૌતમસ્વામી, સુધર્માસ્વામી, જંબૂસ્વામી, પ્રભવસ્વામી, શસ્થંભવસૂરિ વગેરે આચાર્યો-મહાપુરુષો થઈ ગયા અને એ સિવાય પણ જે કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ વગેરે યુગપ્રધાનો થઈ ગયા, આપના દર્શન માત્રથી મને એ તમામના દર્શનનો લાભ થઈ ગયો. (અર્થાત્ આપ જ મારા માટે ગૌતમાદિ મહામુનિઓ જેવા છો.)
:::::::::::÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
૮૦