________________
અર્થ: મોહદશાથી અંધ બનેલા જીવો બીજાને દોષોથી બરબાદ થતો જોઈ
શકે છે પણ પોતાની તેવી બરબાદીને જોતો નથી. બીજાના દોષોને
જોવામાં એ બિચારો સંસારભ્રમણ વધારી મૂકે છે. (૨૮) અથા પરસ્થ પત્તિ રોગાન અદ્યાત્મનસ્તા |
सैवाजरामरत्वाय रससिद्धिस्तदा नृणाम् ।। ५९।। અર્થ : જે રીતે જીવ બીજાના દોષોને જુએ છે તે રીતે જો તે પોતાના દોષો
જુએ તો ઘણા બધા જીવોને મોક્ષપદ પામવા માટેની તે દૃષ્ટિ
રસસિદ્ધિ બની જાય. (२९) रागद्वेषविनाभूतं साम्यं तत्त्वं यदुच्यते ।
स्वशंसिनां क्व तत् तेषां परदूषणदायिनाम् ।। ६० ।। અર્થ: રાગદ્વેષના અભાવમાં જે સમત્વ પ્રગટ થાય છે તે સ્વપ્રશંસા અને
પરનિન્દા કરનારા જીવોમાં તો સંભવે જ ક્યાંથી? (३०) मानेऽपमाने निन्दायां स्तुतौ वा लोष्ठुकाञ्चने ।
जीविते मरणे लाभालाभे रके महर्धिके ।। ६१।। (३१) शत्रौ मित्रे सुखे दुःखे हृषीकार्थे शुभाशुभे ।
सर्वत्रापि यदेकत्वं तत्त्वं तद् भेद्यतां परम् ।। ६२ ।। અર્થ : માનમાં કે અપમાનની સ્થિતિમાં, સ્વનિંદા કે સ્વપ્રશંસામાં, માટી કે
સોનાના દર્શનમાં, જીવન કે મરણની સ્થિતિમાં, લાભ કે નુકસાનમાં, ગરીબ કે શ્રીમંતના આગમનમાં, શત્રુ કે મિત્રમાં, સુખમાં કે દુઃખમાં, ઈન્દ્રિયોના ઈષ્ટ કે અનિષ્ટ વિષયની પ્રાપ્તિમાં
સર્વત્ર જે સમચિત્તતા તે સાધનાનો સાર છે. બાકી બધો અસાર છે. (३२) अद्य कल्येऽपि कैवल्यं साम्येनानेन नान्यथा ।
प्रमाद: क्षणमप्यत्र ततः कर्तुं न साम्प्रतम् ।। ६५।। અર્થ : આજે કે કાલે-જ્યારે પણ જીવને કેવળજ્ઞાન પ્રાપ્ત થવાનું છે ત્યારે
સમતા સાધ્યા પછી જ થવાનું છે. એટલે આજે જ સમતા સાધવાની બાબતમાં પ્રમાદ કરવો એ ઉચિત નથી.
૬૪
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧