________________
અર્થ : જે સૂક્ષ્મ બુદ્ધિવાળા માણસો સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ વસ્તુઓને પણ જાણી શકે તેઓને પણ આ બે બાબતો ભારે મુશ્કેલીથી સમજાય છે. તો હવે કરવું શું ?
(५०) अपराधाक्षमा क्रोधो मानो जात्याद्यहंकृतिः ।
लोभः पदार्थतृष्णा च माया कपटचेष्टितम् ।। ८९ ।। અર્થ : બીજાના અપરાધો પ્રત્યે અસહિષ્ણુ બનવું તે ક્રોધ છે. જાતિ વગેરેનો અહંકાર તે માન છે. કપટપૂર્વકની ચાલ તે માયા છે. પરપદાર્થની તૃષ્ણા (આસક્તિ) તે લોભ છે.
(५१) नोपेन्द्रस्य न चेन्द्रस्य तत् सुखं नैव चक्रिणः ।
साम्यामृतविनिर्मग्नो योगी प्राप्नोति यत्सुखम् ।। ९१ ।। અર્થ : સમતારૂપી અમૃતમાં મગ્ન થયેલો યોગી જે આત્માનંદને પ્રાપ્ત કરે છે તે આનંદ નથી મળતો વિષ્ણુને, ઈન્દ્રને કે ચક્રવર્તીને.
(५२) रागोऽभीष्टेषु सर्वेषु द्वेषोऽनिष्टेषु वस्तुषु ।
क्रोधः कृतापराधेषु मानः परपराभवे ।। ९२ ।। (५३) लोभः परार्थसंप्राप्तौ माया च परवञ्चने ।
गते मृते तथा शोको हर्षश्चागतजातयोः ।। ९३ ।। (५४) अरतिर्विषयग्रामे याऽशुभे च शुभे रतिः ।
चौरादिभ्यो भयं चैव कुत्साकुत्सितवस्तुषु ।। ९४ ।। (५५) वेदोदयश्च संभोगे व्यलीयेत मुनेर्यदा ।
अन्तःशुद्धिकरं साम्यामृतमुज्जृम्भते तदा ।। ९५ ।। અર્થ : જ્યારે મુનિના ચિત્તમાંથી નીચે જણાવેલી વસ્તુઓ નાશ પામે ત્યારે અંતઃકરણની શુદ્ધિ કરતું સમતા નામનું અમૃત વિકાસ પામે છે. (૧) ઈષ્ટ વસ્તુઓમાંથી રાગ, (૨) અનિષ્ટ વસ્તુઓ તરફનો દ્વેષ, (૩) અપરાધીઓ ઉપર ક્રોધ, (૪) બીજા દ્વારા થતાં અપમાન વખતે અભિમાન, (૫) વસ્તુની પ્રાપ્તિમાં લોભ, (૬) બીજાને ઠગવામાં માયા, (૭) વસ્તુ જતાં કે મૃત્યુ થતાં શોક, (૮) વસ્તુ પ્રાપ્ત થતાં કે જન્મ થતાં આનંદ, (૯) અશુભ વિષયોમાં અતિ, (૧૦) શુભ
૬૮
***************
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧