________________
(७३) कथयंश्च निमित्ताद्यं लाभालाभं शुभाशुभम् ।
कोटि काकिणिमात्रेण हारयेत् स्वं व्रतं त्यजन् ।। १३८ ।। અર્થ: પરંતુ તે ભૌતિક સુખની જ અભિલાષાવાળો બનીને વસ્ત્ર, આહાર
આદિની આસક્તિને પોષવા માટે દોરા, ધાગા કરે છે. ગૃહસ્થોના ઘર સંબંધિત ચિંતા કરે છે. નિમિત્ત વગેરેને તથા લાભ-હાનિ, શુભાશુભ વગેરેને કહે છે. આમ પોતાના વ્રતનો ત્યાગ કરતો તે એક નયા પૈસા
માટે કરોડ રૂપિયા ખોઈ બેસે છે ! (७४) चारित्रैश्वर्यसंपन्नं पुण्यप्राग्भारभाजनम् ।
मूढबुद्धिर्न वेत्ति स्वं त्रैलोक्योपरिवर्तिनम् ।। १३९ ।। (७५) ततश्च भिक्षुकप्रायं मन्यमानो विपर्ययात् ।
भावनिःस्वधनेशानां ललनानि करोत्यसौ ।। १४०।। અર્થ: બિચારો મૂઢબુદ્ધિ! એટલું ય સમજતો નથી કે પોતે ચારિત્રસંપન્ન
છે, મહાન પુણ્યનો સ્વામી છે અને ત્રણેય લોકના જીવોથી ઘણી ઊંચી કક્ષાએ બેઠેલો છે ! વળી, બુદ્ધિ ઊંધી થતાં પોતાને ભિખારી જેવો માનતો એ સાધુ
ભાવરૂપી ધન વિનાના ધનવાનોની ખુશામત કરતો રહે છે. (७६) प्रशान्तस्य निरीहस्य सदानन्दस्य योगिनः ।
इन्द्रादयोऽपि ते रङ्कप्रायाः स्युः किमुतापराः ।। १४१ ।। અર્થ : જેની આંતરવૃત્તિઓ શાંત થઈ છે, જેને કોઈ સ્પૃહા નથી અને જે સદા
આનંદમાં મગ્ન છે તેવા યોગી આગળ ઈન્દ્ર વગેરે પણ રંક જેવા છે
તો બીજાઓની તો શી વાત કરવી? (७७) सुखाभिलाषिणोऽत्यर्थं ग्रस्ता ऋळ्यादिगारवैः ।
प्रवाहवाहिनो ह्यत्र दृश्यन्ते सर्वजन्तवः ।। १४८ ।। અર્થ : જે ભોગસુખના અત્યન્ત ઇચ્છુક છે તે જીવો ઋદ્ધિ, રસ અને શાતાના
ગારવથી ગ્રસ્ત હોય છે, એટલે જ બીજા જીવોની પાછળ તેઓ તણાતા રહેતા હોય છે.
૭૨
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧