________________
(९३) छज्जीवनिकायदयाविवज्जिओ नेव दिक्खिओ न गिही ।
जइधम्माओ चुक्को चुक्कइ गिहीदाणधम्माओ ।। ४३०।। અર્થ : જે સાધુ જીવનિકાયની દયા કરતો નથી તે દીક્ષિત-દીક્ષા પામેલો
સાધુ ન કહેવાય. વળી તે સાધુવેષ ધારણ કરે છે માટે તે ગૃહસ્થ પણ ન કહેવાય. તે સાધુધર્મથી ચૂકેલો છે તેમ ગૃહસ્થ દ્વારા થતા દાનાદિ ગૃહસ્થધર્મથી પણ ચૂકેલો છે. (સાધુવેષધારી ગૃહસ્થની જેમ
ધનાદિકનું દાન શી રીતે કરી શકશે ?) (९४) जइयाणेणं चत्तं अप्पणयं नाणदंसणचरित्तं ।
तइया तस्स परेसु अणुकंपा नत्थि जीवेसु ।। ४३४।। અર્થ : જે નિર્ભાગી સાધુએ પોતાના જ્ઞાન-દર્શનચારિત્રરૂપ આત્માનો ત્યાગ
કર્યો પોતાના આત્માની દયા ન પાળી, ત્યારે તેને બીજા જીવો ઉપર
દયા આવે ક્યાંથી ? (९५) तवनियमसुट्ठिआणं कल्लाणं जीवि पि मरणं पि ।
जीवंतऽज्जति गुणा मया वि पुण सुग्गइं जंति ।। ४४३ ।। અર્થ : તપ, નિયમ વગેરેમાં જેઓના તન-મન સ્થિર છે તેમનું જીવન
કલ્યાણસ્વરૂપ છે. તેમનું મરણ પણ કલ્યાણ સ્વરૂપ છે. જીવતા રહીને તેઓ ગુણો પામે છે. મર્યા બાદ સગતિને પામે છે. એમને તો બે
હાથમાં લાડવો છે. (९६) जइ ता तणकंचणलठ्ठरयणसरिसोवमो जणो जाओ ।
तइया नणु वुच्छिन्नो अहिलासो दव्वहरणम्मि ।। ४५८ ।। અર્થ : જ્યારે તણખલું અને સોનું, ઢેકું અને રત્નમાં આત્માને સમાન બુદ્ધિ
થાય ત્યારે એમ કહી શકાય કે તેની ધનનું દ્રવ્યનું) અપહરણ
કરવાની ઈચ્છા ખતમ થઈ ગઈ છે. (९७) कुतो चिंता सुचरियतवस्स गुणसुट्ठिअस्स साहुस्स ।
सोगइगमपडिहत्थो जो अच्छइ नियमभरियभरो ।। ४७०।। અર્થ: જે આત્મા સદ્ગતિમાં જવા માટે દક્ષ (પ્રતિહસ્ત) છે, અનેક નિયમો
કરવા વડે જાણે જીવનમાં ધર્મનો ભંડાર ભરી દીધો છે તેવા તપસ્વી જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉપદેશમાળા).
૫૩