________________
બરોબર કોઈ આત્મા જાણી લે અને તે પછી પણ તે આત્મા દોષોથી વિરક્ત ન થાય તો એ વાત નક્કી સમજી લેવી કે આ કર્મોનું તોફાન
છે. કર્મો એમની ઉપર ત્રાટકે છે. (८४) जह जह बहुस्सुओ सम्मओ अ सीसगणसंपरिवुडो अ ।
अविणिच्छियओ अ समए तह तह सिद्धंतपडिणीओ ।। ३२३ ।। અર્થ: જીવ જેમ જેમ બહુશ્રુત (વિદ્વાન) થયો તથા ઘણા (અજ્ઞાની) જીવોને
માન્ય થઈ ગયો, વળી જેને ઘણા શિષ્યો થઈ ગયા છતાં જો તે
સિદ્ધાન્તના રહસ્યોથી અજ્ઞાત હોય તો તે સિદ્ધાંતોનો શત્રુ થઈ જાય. (८५) जो निच्चकालं तवसंजमुज्जुओ न वि करेइ सज्झायं ।
अलसं सुहसीलजणं न वि तं ठावेइ साहुपए ।। ३४०।। (८६) विणओ सासणे मूलं विणीओ संजओ भवे ।
विणयाओ विप्पमुक्कस्स कओ धम्मो को तवो ।। ३४१ ।। અર્થ : જે સાધુ અખંડિતપણે તપ અને સંયમધર્મનું સેવન કરે છે પણ
સ્વાધ્યાય બિલકુલ કરતો નથી તેવા આળસુ અને સુખશીલ સાધુને લોકો હૈયે મુનિપદ ઉપર સ્થાપિત કરતા નથી. સ્વાધ્યાયની સફળતા વિનયમાં છે. જે વિનીત છે તે જ સંયમી છે. વિનયથી ચૂકેલો સાધુ ગમે તેવો તપ, સંયમાદિ ધર્મ કરે પણ તેની
કોઈ ગણતરી ગીતાર્થો કરતા નથી. (८७) जइ ता असक्कणिज्जं न तरसि काउण तो इमं कीस ।
अप्पायत्तं न कुणसि संजमजयणं जइजोगं ।। ३४४।। અર્થ : ઓ શિષ્ય! જો તું ઉગ્ર તપ વગેરે કરવાને અસમર્થ હોય તો તારાથી
થઈ શકે એવા સાધુઓને યોગ્ય સંયમને - ક્રોધાદિ દોષો ઉપરના
નિયત્રણને કેમ આચરતો નથી ? (૮૮) નાર્યાનિ વેદસંદર્યામિ નાગણ વિધિ વિન્ના |
अह पुण सज्जो अ निरुज्जमो अ तो संजमो कत्तो ।। ३४५।। અર્થ : જો દેહમાં સંદેહ (રોગાદિનો સંશય) ઉત્પન્ન થાય તો તેણે આરોગ્ય
પ્રાપ્તિ માટે અપવાદોનું સેવન કરવું પડે તો તેમ કરવું. પણ જેવો તે
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉપદેશમાળા)
૫૧