________________
અરિહંતોની પૂજા કર. (૨) સુસાધુઓની સેવામાં તત્પર રહે. (૩) આચારપાલનમાં કટ્ટર બન. સાધુપણાથી ભ્રષ્ટ થઈને સાધુવેષમાં રહેવા કરતાં સુશ્રાવક બનીને રહેવું સારું. જે સાધુવેષધારીએ સવ્વ સાવજ્જ જોગં પચ્ચક્ઝામિ' બોલીને દીક્ષા લેતા પ્રતિજ્ઞા કરી છે અને પછી તે પ્રમાણે પડજીવનિકાયની હિંસા કરે છે : તેની રક્ષા કરતો નથી. આવો વિરતિ ચૂકેલો વિરતિધારી દેશવિરતિ શ્રાવકપણાને અને સર્વવિરતિ સાધુપણાને-બન્નેને-ચૂકી જાય છે. જેવું બોલ્યો છે તેવું જે સાધુ પાળતો નથી તે સત્યવાદી નથી પણ મૃષાવાદી છે. તે મિથ્યાદષ્ટિ છે. આના સિવાય બીજો ક્યો મોટો મિથ્યાત્વી હશે? આ સાધુ પોતાના જીવનમાં બોલવા-પાળવા વચ્ચે વિસંવાદ ખડો કરીને લોકોના મનમાં એવી શંકા ઉત્પન્ન કરાવે છે કે શું અરિહંતોએ આવું જૂઠાડું સાધુજીવન પ્રરૂપ્યું હશે? જેમાં બોલે તે પ્રમાણે પાળવાનો નિયમ નહિ હોય? જેમાં બધી છૂટ હશે? જેમાં માયા રમાતી હશે ? અનેકોને આ રીતે મિથ્યાત્વની લ્હાણી કરતો
સાધુ કેટલો મોટો મિથ્યાત્વી કહેવાય ? (१०८) आणाए च्चिय चरणं तब्भंगे किं न भग्गंति ।
आणं च अइक्कंतो कस्साएसा कुणए सेसं ।। ५०५।। અર્થ : અરિહંતની આજ્ઞાનું પાલનમાં (શક્યના પાલનમાં, અશક્યના
પક્ષપાતમાં) જ ચારિત્રધર્મનું પાલન છે. જો આજ્ઞાનો ભંગ કર્યો તો શું ન ભાંગ્યું? (બધું ભાંગી નાંખ્યું) હવે તે જે કોઈ તપ, જપ કરે
છે તે કોની આજ્ઞાથી કરે છે? (૧૦૧) સંસાર માં સવંતો ભકુરિત્તસ તિરાની વિસ્ત !
पंचमहव्वयतुंगो पागारो भल्लिओ जेण ।। ५०६ ।। અર્થ: જે સાધુ પાંચ મહાવ્રતોના પાલનરૂપ કિલ્લાને ભાંગી નાંખે તે
ભ્રષ્ટચારિત્રી અને માત્ર સાધુવેષધારી સાધુનો સંસાર અનંત બની જાય. એણે સાધુવેષ છોડી દેવો જોઈએ. પણ એ જાણે છે કે તે છોડી
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
પ૬