________________
ખરેખર મોહની ગાંઠ આત્મા સાથે બરોબર ચોંટી ગઈ લાગે છે. (५६) जाणइ य जहा मरिज्जइ अमरंतं पि हु जरा विणासेइ ।
न य उव्विग्गो लोगो अहो रहस्सं सुनिम्मायं ।। २०५।। અર્થ : લોકો જાણે છે કે સર્વ પ્રાણીઓ પોતાના આયુક્ષયે નિશ્ચિત કરવાના
છે. વળી ન મરે તો ય તે પૂર્વે ઘડપણ તો વળગી જ પડવાનું છે. તો ય લોકો સંસારથી ઉદ્વેગ પામતા નથી. આ કેટલું મોટું આશ્ચર્ય
કહેવાય ! વિધાતા વડે ગુપ્ત રીતે આ કેવું રહસ્ય નિર્માણ કરાયું છે! (૧૭) નો સેવ વિ ના થામ સાફ સુનો દોડું !
पावेइ वेमणस्सं दुक्खाणि अ अत्तदोसेणं ।। २११।। અર્થ : જે આત્મા કામનું સેવન કરે છે તે શું પામે છે?
બિચારો, (૧) શક્તિનો ક્ષય કરે છે, (૨) દુર્બળ થાય છે, (૩) ચિત્તમાં ઉદ્વેગ રહે છે અને (૪) પોતાના દોષોથી પોતે દુ:ખી રહ્યા
કરે છે. (५८) जे घरसरणपसत्ता छक्कायरिऊ सकिंचणा अजया ।
नवरं मोत्तुण घरं घरसंकमणं कयं तेहिं ।। २२०।। અર્થ : ઘરને ત્યાગેલો સાધુ જો ઘરની મરામતમાં લાગી પડેલો હોય, એથી
જે ષડૂજીવનકાયનો હિંસક બન્યો હોય, જે ધન વગેરેનો સંગ્રહ કરતો હોય, જેનામાં જયણાધર્મ જણાતો ન હોય એના માટે તો એમ
કહેવું પડે કે તેણે એક ઘર મૂકીને બીજા ઘરમાં પ્રવેશ કર્યો. (५९) उस्सुत्तमायरंतो बंधइ कम्मं सुचिक्कणं जीवो ।
संसारं च पवड्डइ मायामोसं च कुव्वइ य ।। २२१ ।। અર્થ : સૂત્રવિરુદ્ધ આચરણ કરતો આત્મા નિકાચિત કર્મબંધ કરી દે છે. એથી
એનો સંસાર ખૂબ વધી જાય છે. બિચારો, માયા-મૃષાનો ભોગ
બને છે. (૬૦) કાનાવો સંવાસો વીસમો સંથવો પનો .
हीणायारेहिं समं सव्वजिणिंदेहिं पडिकुट्ठो ।। २२३ ।। અર્થ : હિન આચરણવાળા પાસત્કાદિકની સાથે વાતચીત કરવી, ભેગા જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉપદેશમાળા)
૪૫