________________
સેવ્યા. મારા આત્માને હું જાણી શક્યો નહિ.’ (આચાર્ય મંગુનો જીવ યક્ષ વિચારે છે.)
(५२) ओसन्नविहारेणं हा जह झीणंमि आउए सव्वे ।
किं काहामि अहन्नो संपइ सोयामि अप्पाणं ।। १९३।।
અર્થ : હાય ! શિથિલ ચારિત્રથી હું એવું જીવ્યો કે મારું આયુ ક્ષીણ થઈ ગયું. હવે હું અભાગી શું કરીશ ? હવે તો મારે મારા આત્મા ઉપર જ શોક કરવાનો રહ્યો ને ?’
(૧૩) ઢા નીવ ! પાવ નિિિસ નાનોળીસચાર્ં વર્તુગાડું । भवसयसहस्सदुल्लहं पि जिणमयं एरिसं लधुं ।। १९४ ।। અર્થ : ઓ જીવ ! તું પાપી ! દુરાત્મા ! લાખો ભવોએ પણ ન મળે તેવા જિનાગમને પામીને ય એનો અમલ નહિ કરવાને લીધે તું બહુ સેંકડો એકેન્દ્રિયાદિ જાતિમાં અને શીત, ઉષ્ણ વગેરે યોનિઓમાં રખડ્યા કરીશ.
(५४) परितप्पिएण तणुओ साहारो जइ घणं न उज्जमइ । सेणियराया तं तह परितप्पंतो गओ नरयं ।। १९६।।
અર્થ : જો જીવ તપ અને સંયમ વિષે ઉદ્યમ ન કરે અને માત્ર દુષ્કૃતોની ગહ કરવા રૂપે અંતરથી તપ્યા કરે : અર્થાત્ તપ-સંયમને સેવવાને બદલે દુષ્કૃતગહનો આધાર લે તો તેથી કાંઈ ચાલે નહિ. હા, દુષ્કૃતગર્હા કરવાથી જે શિથીલ કર્મબંધો હોય તે દૂર થાય પણ ચીંકણા કર્મબંધો હટે નહિ. શ્રેણિક રાજાએ પ્રભુને પામ્યા પછી કેટલી બધી દુષ્કૃતગહ કરી પણ તો ય તેમને નરકમાં તો જવું જ પડ્યું ! (५५) जाणिज्जइ चिंतिज्जइ जम्मजरामरणसंभवं दुक्खं ।
न य विसएस विरज्जइ अहो सुबद्धो कवडगंठी ।। २०४ ।। અર્થ : સદ્ગુરુનો ઉપદેશ સાંભળીને જીવ એ વાત બરોબર જાણે છે અને તેની ઉપર ખૂબ ચિંતન કરે છે કે જન્મ, જરા, મરણ વગેરે દુઃખોથી સંસાર ભરેલો છે. પણ હાય, તો ય તે વિષયસુખોથી વૈરાગ્ય પામતો નથી.
૪૪
*****
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧