________________
તેના ઉત્તરમાં તેનો ભાઈ સૂરપ્રભનો જીવ કહે છે, “જીવરહિત બનેલા તે શરીરને હવે વર્તમાનમાં કષ્ટ દેવાથી શો લાભ? જો પહેલાં તું જીવતો હતો ત્યારે) તે શરીરને તપ વગેરેના કષ્ટો આપ્યા હોત
તો તું આ નરકમાં આવી પડત નહિ.” (६६) जावाऽऽउ सावसेसं जाव य थोवो वि अत्थि ववसाओ ।
ताव करिज्जप्पहि मा ससिराया व सोइहिसि ।।२५८ ।। અર્થ : જ્યાં સુધી આયુષ્ય બાકી છે, જ્યાં સુધી મનમાં થોડોક પણ ઉત્સાહ
(વ્યવસાય) રહ્યો છે ત્યાં સુધીમાં આત્મહિત કરી લેવું જોઈએ. શશિરાજાની જેમ પાછળથી શોક કરવાનો પ્રસંગ ન આવવો
જોઈએ. (६७) धित्तुण वि सामन्नं संजमजोगेसु होई जो सिढिलो ।
पडइ जइ वयणिज्जे सोअइ अ गओ कुदेवत्तं ।।२५९।। અર્થ: સાધુપણું (સાધુવેષ) લઈને પણ જે આત્મા સંયમના યોગોમાં શિથિલ
બને છે તે સાધુ આલોકમાં નિન્દા (વચનીયતા) પામે છે અને પરલોકે હલકી દેવગતિ પામે છે. હવે ત્યાં તે પૂર્વભવે થયેલી ભૂલો ઉપર
પશ્ચાત્તાપ કરે છે. (६८) सुच्चा ते जीअलोए जिणवयणं जे नरा न याणंति ।
सुच्चाण वि ते सुच्चा जे नाउण न वि करंति ।।२६०।। અર્થ: આ જીવલોકમાં જે સાધુઓ જિનાજ્ઞા શું છે? તે જાણતા નથી તેઓ
ઉપર શોક કરવો જોઈએ. પણ તેઓ ઉપર તો ખૂબ વિશેષ શોક કરવો જોઈએ કે જે સાધુઓ જિનાજ્ઞાને જાણ્યા પછી પણ તેનું પાલન
કરતા નથી. (६९) जस्स गुरुंमि परिभवो साहुसु अणायरो खमा तुच्छा ।
धम्मे य अणहिलासो अहिलासो दुग्गइए उ ।।२६३ ।। અર્થ : જે સાધુ ગુરુ પ્રત્યે સદ્ભાવ ધરાવતો નથી, જેને સાધુઓ પ્રત્યે
અનાદર છે, જેની ક્ષમા હલકી કક્ષાની છે, જેને ધર્મ કરવાની ઈચ્છા નથી તે સાધુ દુર્ગતિનો ઇચ્છુક છે એમ કહેવું પડે. -
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉપદેશમાળા)
૪૭