________________
આમ થાય તો બીજાઓ-પરમાધામી, માલિક વગેરે દ્વારા દુર્ગતિઓમાં
બંધનો અને મારપીટ કરવારૂપે નિયત્રંણમાંથી મુક્તિ મળે. (४८) अप्पा चेव दमेयव्वो अप्पा हु खलु दुइमो ।
अप्पा दंतो सुही होइ अस्सिं लोए परत्थ य ।। १८५।। અર્થ: માનવજીવનનું કર્તવ્ય આ જ છે કે તેમાં પોતાના આત્માનું દમન
કરવું. બાહ્ય શત્રુઓનું દમન તો હજી સહેલાઈથી કરી શકાય પણ આંતરશત્રુઓનું દમન અતિ મુશ્કેલ છે. પણ જો આત્માનું દમન થઈ
જાય તો આલોક અને પરલોકમાં તે સાચા અર્થમાં સુખી થાય. (४९) सीलव्वयाइं जो बहुफलाई हंतूण य सुक्खमहिलसइ ।
धीइदुब्बलो तवस्सी कोडीए कागिणिं किणइ ।। १८८।। અર્થ: બિચારો સુખશીલ આત્મા ! સાધુવેષ પામ્યો પણ તેમાં ય જે શીલ
અને મહાવ્રતોનું ફળ કલ્પી ન શકાય એટલું પ્રચંડ છે તેની ઉપેક્ષા કરીને તુચ્છ એવા ભૌતિક આનંદોને ચાટે છે. આ જીવ બુદ્ધિમાં રહેલી અતૃપ્તિ (અસંતોષ)ને લીધે જે ઇન્દ્રિયોના ભોગાતિરેકથી શરીર ખોઈ બેઠો છે આથી એવો દુબળો થયો છે કે કોક જોનારાને તપસ્વી લાગે. હાય ! એક પૈસો મેળવવા જતાં એક ક્રોડ
સોનામહોરો ગુમાવે છે ! (५०) पुरनिद्धमणे जक्खो महुरा मंगु तहेव सुयनिहसो ।
વો સુવિદિયનાં વિસૂરફ વર્લ્ડ ર દિ / 999ી. અર્થ: શ્રુતજ્ઞાનની ચકાસણી માટે કસોટીના પત્થર જેવા મહાગ્રુતધર,
મથુરામાં આચાર્ય મંગુ નગરની ખાળના યક્ષ થયા. પોતાના સુવિહિત શિષ્યોને (જીભ બતાડીને) બોધ દેવા લાગ્યા અને હૃદયમાં
ખૂબ સંતાપ પામ્યા. (५१) निग्गंतूण घराओ न कओ धम्मो मए जिणक्खाओ ।
इडिरससायगुरुयत्तणेण न य चेइयो अप्पा ।। १९२ ।। અર્થ : “હાય ! ઘરવાસમાંથી નીકળીને તારક તીર્થંકરદેવોએ પ્રરૂપેલો ધર્મ મેં
સેવ્યો નહિ. ઊલટું ઋદ્ધિગારવ, રસગારવ અને શાતાગારવને ખૂબ
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉપદેશમાળા)
૪૩