________________
(३४) भवसयसहस्सदुलहे जाइजरामरणसागरुत्तारे ।
जिणवयणमि गुणायर ! खणमवि मा काहिसि पमायं ।। १२३ ।। અર્થ: હે ગુણોના ભંડાર પુરુષ ! લાખો ભવો પછી પણ જેને પામવાનું
મુશ્કેલ છે, વળી જન્મ, જરા, મરણના સાગરમાંથી જીવને પાર ઉતારી દેનાર છે એવા જિનવચનને વિષે ક્ષણમાત્ર પણ તું પ્રમાદ
કરીશ નહિ. (३५) अक्कोसणतज्जणताडणा अवमाणहीलणाओ अ ।
मुणिणो मुणियपरभवा दृढपहारिव्य विसहति ।। १३६।। અર્થ : જેમણે પરલોકને બરોબર લક્ષમાં લઈ લીધો છે તેવા મુનિઓ
બીજાઓ તરફથી થતા આક્રોશ, તિરસ્કાર, મારપીટ-બધું પેલા
દઢપ્રહારીની જેમ સહન કરે છે. (३६) दुज्जणमुहकोदंडा वयणसरा पुव्वकम्मनिम्माया ।
साहूण ते न लग्गा खंतिफलयंवहंताणं ।। १३८ ।। અર્થ: દુર્જનનું મુખ એ બાણ છે. એમાંથી કુવચનરૂપી તીરો છૂટે છે. આ પૂર્વે
બાંધેલા અશુભકર્મોનું પરિણામ છે. પણ સાધુઓને તે તીર ભોંકાયું
નથી, કેમકે સાધુઓ ક્ષમાની ઢાલ વહે છે. (૩૭) પત્થરેહણો જીવો પત્થર મિસ્ક |
मिगारिओ सरं पप्प सरुप्पत्तिं विमग्गइ ।। १३९ ।। અર્થ : (જ અવિવેકી છે તેને જ ક્રોધ આવવાનો સંભવ છે) પથ્થરથી
હણાયેલો કૂતરો પથ્થરને બચકાં ભરવા ઈચ્છે છે ત્યારે સિંહ બાણને પામી (બાણ નહિ પણ) બાણની ઉત્પત્તિ (બાણનો ફેંકનાર) તરફ
દૃષ્ટિ લઈ જાય છે. (३८) तह पुट्विं किं न कयं न बाहए जेण मे समत्थो वि ।
इण्डिं किं कस्स व कुप्पिमुत्ति धीरा अणुष्पिच्छा ।। १४०।। અર્થ : (મુનિ વિચારે છે કે, મેં પૂર્વજન્મમાં સારું કર્મ કર્યું હોત તો મારો
પુણ્યોદય હોત. તેથી સમર્થ માણસ પણ મને પીડા આપી શકત નહિ. એટલે સારું કર્મ ન કરવા રૂપ આ મારો જ દોષ છે. તો હવે
૪૦
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧