________________
અર્થ : ગુરુની ઈચ્છાને અનુસરનારા, વિનયી, રોષરહિત, ખૂબ ક્ષમાવાન,
હંમેશ માટે ગુરુભક્ત, ગુરુકૂલમાં રહેનારા, જ્ઞાનાદિ કાર્ય સિદ્ધ થઈ જાય પછી પણ ગુરુનો ત્યાગ નહિ કરનારા અને સારા શીલ (ચારિત્ર અથવા સ્વભાવ)વાળા શિષ્યો આ જગતમાં ધન્ય બની ગયા
કહેવાય. (३०) जीवंतस्स इह जसो कित्ती य मयस्स परभवे धम्मो ।
सगुणस्स य निग्गुणस्स य अजसो अकित्ती अहम्मो य ।।९८।। અર્થ : જે ગુણવંત શિષ્ય છે તેને આ ભવમાં જીવે ત્યાં સુધી યશ મળે છે.
મરે તે પછી પરભવમાં ધર્મની પ્રાપ્તિ છે. જે નિર્ગુણ શિષ્ય છે તેના લલાટમાં આ લોકે અપયશ અને અપકીર્તિ
તથા પરભવે અધર્મની પ્રાપ્તિ લખાયેલી છે. (३१) आयरियभत्तिरागो कस्स सुनक्खत्तमहरिसी सरिसो ।
अपि जीविअं ववसिन चेव गुरुपरिभवो सहिओ ।। १००।। અર્થ: પેલા સુનક્ષત્ર (અને સર્વાનુભૂતિ) મહર્ષિ જેવો ગુરુ ઉપર ભક્તિરાગ
કોને હશે? જેણે પોતાના પ્રાણ દઈ દીધા પણ ગુરુની તર્જના તો ન
જ સહી. (३२) पुण्णेहिं चोइआ पुरक्कडेहिं सिरिभायणं भविअसत्ता ।
गुरुमागमेसिभहा देवयमिव पज्जुवासंति ।। १०१।। અર્થ : જેઓ પૂર્વે બાંધેલા પુણ્યાનુબંધી પુણ્યકર્મના ઉદયથી ગુરુ-સેવા તરફ
પ્રેરાએલા છે, જેઓ અભ્યન્તર લક્ષ્મીનું પાત્ર બન્યા છે, નજીકના આગામી કાળમાં જેમનું આત્મહિત થવાનું નિશ્ચિત છે તે સરળ
શિષ્યો પોતાના ગુરુની સેવા દેવની જેમ કરતા હોય છે. (३३) जो चयइ उत्तरगुणे मूलगुणेऽवि अचिरेण सो चयइ ।
जह जह कुणइ पमायं पिल्लिज्जइ तह कसाएहिं ।। ११७।। અર્થ : જે સાધુ ઉત્તરગુણમાં ગરબડ કરે છે તે બહુ જલ્દી મૂલગુણો ગુમાવે
છે. તે જેમ જેમ પ્રમાદ કરે છે તેમ તેમ તે કષાયોની ઉત્તેજનાથી પીસાતો જાય છે.
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉપદેશમાળા)
૨૯