________________
પ્રકારના કષ્ટોને સહન કરે છે. અરે ! પોતાના નીચકક્ષાના ગણાય તેવા નોકરોના અપમાનોને પણ સહે છે. એનું કારણ એક જ છે કે તેઓ ઘડપણ, મોત, ગર્ભાવાસ વગેરેના કાતીલ દુ:ખોથી અત્યન્ત ભયભીત હોય છે. આ દુઃખો ન પડે તે માટે જિનાજ્ઞાપાલન કરવામાં
જે સહેવું પડે તે બધું સહે છે. (११) ते धन्ना ते साहू तेर्सि नमो जे अकज्जपडिविरया ।
धीरा वयमसिहारं चरंति जह थूलिभद्दमुणी ।। ५९।। અર્થ: તે મુનિઓને ધન્ય છે, તે ખરા સાધુ છે, અમે તેમને ભાવભરી
વંદનાઓ કરીએ છીએ જેઓ જિનાજ્ઞાની વિરાધનાના પાપથી સદા છેટા રહે છે. જેમ સ્થૂલિભદ્રજીએ ઉત્કૃષ્ટ સંયમનું પાલન કર્યું તેમ જેઓ ગંભીર
બનીને તલવારની ધાર ઉપર ચાલવા જેવું ચારિત્ર પાળે છે. (१२) जो कुणइ अप्पमाणं गुरुवयणं न य लहेइ उवएसं ।
सो पच्छा तह सोअइ उवकोसघरे जह तवस्सी ।। ६१ ।। અર્થ : જે સાધુ ગુરુવચનને અપ્રમાણ ગણે, તેમનું વચન ન સ્વીકારે તેમને
પાછળથી પસ્તાવાનો સમય આવે, ઉપકોશાની હવેલીએ દોડી
ગયેલા તપસ્વીની જેમ. (૧૩) નવું ટાળી, નવું મોળી, ન મુકી, નફ વ ની તવરસી વા !
પસ્થિતો સ સર્વમ, વંમવિ ન રોય મન્ન દરૂા. અર્થ: ભલે તે કાયોત્સર્ગ કરતો હોય, મૌની હોય, તેના માથે મુંડન હોય,
તે છાલીઆ વસ્ત્રો પહેરતો હોય, ઉગ્ર તપસ્વી હોય પણ જો તે અબ્રહ્મની ઈચ્છા કરતો હોય તો તે બ્રહ્મા હોય તો ય મારો આદર
નહિ થાય. (१४) तो पढियं तो गुणियं तो मुणियं, तो अ चेइओ अप्पा ।
आवडियपेल्लियामंतिओ वि जइ न कुणइ अकज्जं ।। ६४।। અર્થ: તેણે ભણ્ય-ગયું કહેવાય, શાસ્ત્ર જાણ્યું કહેવાય, આત્માને
ઓળખ્યો ગણાય કે જે કુશીલ માણસની જાળમાં ફસાયો છતાં,
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉપદેશમાળા)
૩૫