________________
અર્થ : જેને ગુર પાસેથી કોઈ શાસ્ત્રબોધ કે હિતશિક્ષા મળી નથી, જે
પોતાની સ્વછંદ બુદ્ધિથી જ બધું ગોઠવી લે છે અને ચિન્તન કરે છે તે આત્માનું પરલોકે હિત (જિનશાસનયુક્ત સદ્ગતિની પ્રાપ્તિ) શી
રીતે થાય? (६) पडिवज्जिउण दोसे नियए सम्मं च पायवडियाए ।
तो किर मिगावइए उप्पन्नं केवलं नाणं ।। ३४।। અર્થ : પોતાના દોષનો સારી રીતે સ્વીકાર કરેલા, ગુરુ ચંદનબાળાજીના
પગમાં પડી ગયેલા મૃગાવતીજીને કૈવલ્ય ઉત્પન્ન થયું. (૭) સાહારે સુકું ય રાવલનું રુપાળોણું
साहूण नाहिगारो अहिगारो धम्मकज्जेसु ।। ४०।। અર્થ: સુંદર આહારમાં, અનુકૂળ સુખોમાં, સુંદર આવાસોમાં, ઉદ્યાનોમાં
અને મોહક વસ્ત્રાદિમાં આસક્તિ કરવાનો સાધુને અધિકાર નથી. માત્ર તપ, સ્વાધ્યાય, સાધુ-કરણી આદિ ધર્મકાર્યોમાં જ તેનો
અધિકાર છે. (૮) સ૬ તારમહમણુ વ નવા વિ મુનિ !
अवि ते सरीरपीडं सहंति न लहंति य विरुद्धं ।। ४१ ।। અર્થ : સાધુ જંગલમાં હોય કે મહાભયની સ્થિતિમાં હોય તો ય બધી તન
મનની પીડા સહી લે છે પણ તેને દૂર કરવા માટે અનેષણીય
(દોષિત) તો નથી જ લેતા. (૧) ઉતેવરપુરવક્તવાહિદિ વરસરિદ્ધિ સિદી !
कामेहिं बहुविहेहिं य छंदिज्जंता वि नेच्छन्ति ।। ४९।। અર્થ : અન્તઃપુર, નગરો, લશ્કરો, હાથી વગેરે વાહનો, પુષ્કળ ધનના
ભંડારો અને ઘણી જાતના પાંચ ઈન્દ્રિયોના ભોગસુખો મહામુનિઓને
સમર્પિત કરાય - ખૂબ કાકલુદીપૂર્વક-તો ય તેઓ તેને ઈચ્છતા નથી. (१०) रायकुलेसु वि जाया भीया जरमरणगब्भवसहीणं ।
साहु सहंति सव्वं नीयाण वि पेसपेसाणं ।। ५६।। અર્થ : રાજકુળોમાં ઉત્પન્ન થઈને વૈરાગ્ય પામેલા પુણ્યાત્માઓ તમામ
૩૪
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧