________________
અર્થ : દુઃખમાં જે દીન બનતો નથી, સુખની જેને સ્પૃહા નથી, જેના ચિત્તમાંથી રાગ, ભય અને ક્રોધાદિ કષાયો ચાલી ગયા છે તે મુનિ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.
(९९) यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम् ।
નામિનન્વતિ ન àષ્ટિ, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા || ૬૬।। અર્થ : તે તે શુભાશુભ વસ્તુ પ્રાપ્ત કરીને પણ આત્મા તે બધાયમાં ઉદાસીન રહે-ન હોય ત્યાં આનંદ કે ન હોય ત્યાં દ્વેષ-તે આત્માની પ્રજ્ઞા પોતાના આત્મામાં સ્થિત છે. અર્થાત્ તે આત્મા સ્થિતપ્રજ્ઞ કહેવાય. અધિકાર-૧૭મો
(१००) या निशा सकलभूतगणानां ध्यानिनो दिनमहोत्सव एषः ।
यत्र जाग्रति च तेऽभिनिविष्टा, ध्यानिनो भवति तत्र सुषुप्तिः ।। ३ ।। અર્થ : સર્વ પ્રાણીગણને તત્ત્વદષ્ટિ (આધ્યાત્મિક દૃષ્ટિ) અંધકારરૂપ બની છે માટે એમ કહી શકાય કે તેઓ તત્ત્વદષ્ટિમાં ઊંઘતા જ રહે છે. પણ તે જ તત્ત્વદૃષ્ટિમાં સંયમી આત્મા જાગતો હોવાથી તેને માટે તો તે દિવસ સમી છે. અને જે મિથ્યાષ્ટિમાં સંસારી આત્મા જાગૃત રહે છે ત્યાં સંયમી આત્મા પરાËખ બની રહે છે. જાણે કે ત્યાં ઊંઘતો જ રહે છે.
અધિકાર-૧૮મો
પ્રબંધ દો
( १०१ ) जलूका: सुखमानिन्यः पिबन्त्यो रुधिरं यथा ।
भुञ्जाना विषयान्यान्ति दशामन्तेऽतिदारुणाम् ।। ६६ ।।
અર્થ : શરીરમાં રહેલા ખરાબ લોહીને બહાર કાઢવા માટે તે સ્થાને જળો બેસાડવામાં આવે છે. તે જળો પેલું ખરાબ લોહી પી જાય છે. એ વખતે તો એને ખૂબ સુખ થાય છે પણ લોહી પીને જાડી થઈ ગયેલી જળોને જ્યારે નીચોવી નાંખવામાં આવે ત્યારે તો તેને ભારે દુઃખ જ થાય ને ? લોહી પીવાના સુખનું જ આ પરિણામને ?
આ રીતે વિષયોને ભોગવતી વખતે સુખ માનતા જીવો અન્ને (પરિણામે) નારકાદિમાં અતિ ભયંકર દશાને અનુભવે છે માટે જ
૨૬
નનનનનનન+
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧