________________
ઈચ્છાયોગવાળા અમારા માટે ઉચિત જ છે, કેમકે ઈચ્છાયોગમાં અધ્યાત્મયોગ અને ભાવનાયોગ હોય... અને તે બે યોગથી ઉજ્જવળ બનતી જતી ચિત્તવૃત્તિ અમારામાં હોવાથી તેવી ચિત્તવૃત્તિથી યુક્ત એવું અમારે વિધિકથનાદિ કત્ય ઉચિત જ છે. આમ ઈચ્છાયોગમાં જે વિધિકથનાદિ કૃત્ય શક્ય છે તેનો અમે આરંભ (આદર) કરીએ છીએ, એટલું જ નહિ પણ સામર્થ્યયોગની જે પૂર્ણ ક્રિયા અમારા માટે આજે અશક્ય છે તેના અભિલાષક પણ છીએ.
આ શક્યારંભ અને પૂર્ણક્રિયાભિલાષ-બે ય-આત્મશુદ્ધિને કરનારા છે. (११६) द्वयमिह शुभानुबन्धः शक्यारम्भश्च शुद्धपक्षश्च ।
अहितो विपर्ययः पुनरित्यनुभवसङ्गतः पन्थाः ।। ३४ ।। અર્થ: શક્યનો આરંભ કરવો અને જે અશક્ય હોય તેવા શુદ્ધ સંપૂર્ણ
અનુષ્ઠાનના પક્ષપાતી બનવું આ બે ય શુભ અનુબન્ધને ઉત્પન્ન કરનારા છે. આનાથી વિપરીત કરવું તે આત્માને અહિતકર નીવડે
છે. આ અનુભવસિદ્ધ મોક્ષમાર્ગ છે. (११७) ये त्वनुभवाविनिश्चतमार्गाश्चारित्रपरिणतिभ्रष्टाः ।
बाह्यक्रियया चरणाभिमानिनो ज्ञानिनोऽपि न ते ।। ३५।। અર્થ : જેઓ સ્વાનુભવથી અધ્યાત્મમાર્ગનો વિનિશ્ચય કરી શક્યા નથી અને
તેથી જ ચારિત્ર્ય-પરિણામથી ભ્રષ્ટ થયા છે તે બાહ્ય ક્રિયાના આચરણથી જ પોતાને સંયમી તરીકે માનનારાઓ સંયમી તો નથી
કિન્તુ જ્ઞાની પણ નથી. (११८) निन्द्यो न कोऽपि लोके, पापिष्ठेष्वपि भवस्थितिश्चिन्त्या ।
पूज्या गुणगरिमाढ्या, धार्यो रागो गुणलवेऽपि ।। ३८।। (११९) निश्चित्यागमतत्त्वं तस्मादुत्सृज्य लोकसंज्ञां च ।
श्रद्धाविवेकसारं यतितव्यं योगिना नित्यम् ।। ३९ ।। (१२०) ग्राह्यं हितमपि बालादालापर्न दुर्जनस्य द्वेष्यम् । त्यक्तव्या च पराशा पाशा इव सङ्गमा ज्ञेयाः ।। ४०।।
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
૩૦