________________
અર્થ : પિશાચનું કથન અને કુલવધૂના રક્ષણનો પ્રસંગ સાંભળીને યતિએ
હંમેશા સંયમયોગોમાં દત્તચિત્ત બની રહેવું જોઈએ. (૧) શેઠ ઉપર પ્રસન્ન થયેલા પિશાચે શેઠને કહ્યું, “જે દિવસે કામ નહિ આપો તે દિવસે તમને જ ખાઈ જઈશ.” એક દિવસ કામ ખૂટ્યું. શેઠ ગભરાયા, પણ શેઠ બુદ્ધિમાન હતા. સીડી લાવીને મૂકી દીધી. ભૂતને કહ્યું, “બીજું કામ ન સોંપું ત્યાં સુધી આ સીડી ઉપર ચડ ઉતર કર્યા કર.” (૨) પતિ બહારગામ ગયો. ઘણા મહિનાઓ પસાર થયા. નવોઢાને કામવાસના જાગી. સસરાને ખબર પડી. ઘરની તમામ દાસીઓને રજા આપીને બધું કામ વહુ ઉપર નાંખ્યું. રાત પડે તો ય કામ પૂરું ન થાય. થાકીને લોથ થઈને સૂઈ જવા લાગી. વાસના ક્યાંય નાસી ગઈ. મુનિ પણ આ રીતે જ આવશ્યકાદિ ક્રિયાઓ સ્વરૂપ સંયમયોગોમાં
ઓતપ્રોત રહે. (८९) विद्याविनयसम्पन्ने ब्राह्मणे गवि हस्तिनि ।
शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः ।। ४३ ।। અર્થ : જેઓ આત્માના યથાર્થજ્ઞાનને પ્રાપ્ત કરે છે એ આત્મજ્ઞાની મહાત્મા
વિદ્યા-વિનયવાળા બ્રાહ્મણ કે ક્ષત્રિય, ગાય, હાથી, કૂતરો કે ચાંડાલ
- બધાયમાં – સમભાવથી અવસ્થિત બ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે. (૧૦) ના વિજ્ઞાસુરથ જ્ઞાની રેતિ ચતુર્વિધ |
उपासकास्त्रयस्तत्र धन्या वस्तुविशेषत: ।। ७७।। અર્થ : ઈશ્વરના ઉપાસકોના ચાર પ્રકાર છે. (૧) આર્ત (દુઃખી) : સંસારના
દુઃખોથી ત્રસ્ત જીવો. (૨) તત્ત્વજિજ્ઞાસુ દુ:ખનાશ, સુખપ્રાપ્તિની
અભિલાષા વિનાના : પરમાત્મ-અનુગ્રહ મેળવીને જ પરમાત્મતત્ત્વના જિજ્ઞાસુ. (૩) ધનેચ્છઃ ધનાદિની કામનાવાળા જીવો. (૪) જ્ઞાની : કર્મયોગ અને ભક્તિયોગ વડે પરમાત્માને જ પરમ સત્ય માની તેમનું જ અસ્તિત્વ જગતમાં છે એવા જ્ઞાનવાળા. આ ચારમાંના પહેલાં ત્રણ ઉપાસકો ધન્ય છે, કેમકે તે ત્રણેયનું વસ્તુ
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર)
૨૩