________________
પકડીને જેઓ પોતાની જાતને “પંડિત માને છે તેમને વાણીના મુખને ચુંબન કરવાનું સુખ ભલે મળે, પણ વાણીના સંગની લીલાનું રહસ્ય
તો તેઓ કદી પણ પામી ન શકે. (८०) व्रतानि चीर्णानि तपोऽपि तप्तं, कृता प्रयत्नेन च पिण्डशुद्धिः ।
अभूत्फलं यत्तु न निह्नवानामसद्ग्रहस्यैव हि सोऽपराधः ।।८।। અર્થ : નિહુનવોએ મહાવ્રતો આદર્યા, ઘોર તપ પણ તપ્યા, ખૂબ
પ્રયત્નપૂર્વક પિણ્ડશુદ્ધિ પણ કરી, છતાં તેના મીઠાં ફળ તેમને ન
મળ્યા તેમાં તેમના કદાગ્રહનો જ વાંક છે. (८१) गुरुप्रसादीक्रियमाणमर्थं गृह्णाति नासद्ग्रहवाँस्ततः किं ।
द्राक्षा हि साक्षादुपनीयमानाः क्रमेलकः कण्टकभुङ्न भुङ्कते ।।१०।। અર્થ : ગુરૂકૃપાથી પ્રાપ્ત થતા અર્થોને કદાગ્રહી માણસ સ્વીકારતો નથી. પણ
તેથી શું થઈ ગયું? ઊંટની સામે દ્રાક્ષની આખી લુમ ધરવામાં આવે પણ કાંટા જ ખાવાને ટેવાયેલા ઊંટ દ્રાક્ષને અડે ય નહિ તેમાં દ્રાક્ષનો
દોષ થોડો જ કહેવાય ? (૮૨) કચ્છત્યિારસંતિં યે પુર્વત્તિ તેષાં ન તિર્થશેષ !
विष्टासु पुष्टाः किल वायसा नो मिष्टान्ननिष्ठाः प्रसभं भवन्ति ।। ११।। અર્થ : કદાગ્રહને લીધે જેઓ હલકા માણસોની સોબત કરે છે તેમને જ્ઞાની
પુરુષો ઉપર પ્રેમ થતો નથી. વિષ્ઠામાં જ પુષ્ટ થતા કાગડા બળાત્કારે પણ મિષ્ટાન્નની પ્રીતિવાળા
થતા નથી. (८३) आमे घटे वारि धृतं यथा सद्विनाशयेत् स्वं च घटं च सद्यः।
असद्ग्रहग्रस्तमतेस्तथैव श्रुतात्प्रदत्तादुभयोर्विनाशः ।। १४ ।। અર્થ : કદાગ્રહથી ગ્રસ્ત બનેલી મતિવાળાને શ્રુતજ્ઞાન આપવામાં આવે તો
તે શ્રુતનો નાશ થાય, એટલું જ નહિ પણ તેનો દુરુપયોગ કરવા દ્વારા તે કદાગ્રહી જીવનો ય નાશ થાય છે. સંસારમાં અનંતવાર મર્યા કરે છે.) એક તો ઘડો કાચો હોય અને પછી તેમાં પાણી ભર્યું હોય તો શું થાય?
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર)
૨૧