________________
અર્થ : જ્ઞાનગર્ભ વૈરાગ્યવાળા મહાત્માના લક્ષણો : (૧) સૂક્ષ્મ દૃષ્ટિ. (૨)
માધ્યસ્થ્ય. (૩) સર્વત્ર હિતચિન્તા. (૪) ક્રિયામાં ભારે આદર. (૫) ભવ્ય જીવોને ધર્મસન્મુખ બનાવવાની પ્રવૃત્તિ. (૬) પારકી વાતોમાં મૂંગા, આંધળા અને બહેરા માણસ જેવી પોતાની ચેષ્ટા હોય. (૭) સ્વગુણના અભ્યાસમાં ઉત્સાહ, નિર્ધનને પૈસો કમાવવામાં હોય છે તેવો. (૮) કામના ઉન્માદનું વમન. (૯) અભિમાનનું મર્દન. (૧૦) અસૂયાના તત્તુનો છેદ. (૧૧) સમતાસાગરમાં ગળાબૂડ લીનતા. (૧૨) ચિદાનંદમય સ્વભાવમાં નિશ્ચલતા.
(૬૧) જ્ઞાનામિહાવેથ, પોસ્તુ સ્વોપમર્વતઃ ।
उपयोगः कदाचित् स्यान्निजाध्यात्मप्रसादतः ।। ४४ ।। અર્થ : ત્રણ પ્રકારના વિરાગમાં વસ્તુતઃ જ્ઞાનગર્ભ વિરાગ જ આદેય છે. બાકીના બે પ્રકારના-દુઃખગર્ભ અને મોહગર્ભ-વિરાગ પણ ક્યારેક ઉપયોગી બની જાય ખરા.
એક આત્મા દુ:ખથી કે મોહથી સંસાર-વિરક્ત થાય અને પછી તેને જો જ્ઞાનગર્ભ વિરાગ થઈ જાય તો તે દુઃખગર્ભ કે મોહગર્ભ વિરાગ દૂર થઈ જાય. આમ દુઃખાદિ ગર્ભિત વિરાગથી પણ દીક્ષા લીધી તો તે આત્માને જ્ઞાનગર્ભ વૈરાગ્ય પ્રાપ્ત થવાનો અવસર સાંપડ્યો. એટલે આ રીતે દુ:ખાદિગર્ભ વિરાગ પણ ક્યારેક કેટલાકને આરાધના-માર્ગે ચડવામાં ઉપયોગી બની જાય ખરા. પણ એ માટે પોતાના અધ્યાત્મભાવ રૂપી રાજાની કૃપા તો આવશ્યક છે જ. અધિકાર-૭મો
(૬૨) મધુર રસમાપ્ત નિબ્બતેદ્રસનાતો રસનોમિનાં નનમ્ । परिभाव्य विपाकसाध्वसं, विरतानां तु ततो दृशोर्जलम् ।। १३ ।। અર્થ : મધુર રસને પામે છે તો બે ય; રાગી અને વિરાગી ! બે ય ને પાણી
ય
છૂટે છે !
રસરાગીને જીભમાંથી પાણી ચાલ્યું જાય છે !
૧૬
+++++++++++++++++++++++++++¿¡¡¡÷÷÷÷|||||||||||||||||||||||||||
મનનનનનનન+
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧