________________
अकस्मादस्माकं परिकलिततत्त्वोपनिषदा- ।
मिदानीमेतस्मिन्न रतिरपि तु स्वात्मनि रतिः ।। २३ ।। અર્થ : પ્રિયાની મધુર વાણીની વીણા, શયન અને શરીરમર્દન વગેરે
સુખોથી પહેલાં તો અમને એમ જ લાગતું હતું કે વિધાતાએ આ સંસાર અમૃતમાંથી જ બનાવ્યો છે. પણ તત્ત્વોના રહસ્યને જાણ્યા પછી તો એકાએક અમને આ સંસારમાંથી રતિ સાવ ઊડી ગઈ છે.
હવે તો અમારા આત્મામાં જ રતિ લાગી છે. (३४) भवे या राज्यश्रीर्गजतुरगगोसङ्ग्रहकृता ।
न सा ज्ञानध्यानप्रशमजनिता किं स्वमनसि । बहिर्याः प्रेयस्यः किमु मनसि ता नात्मरतयः ।
ततः स्वाधीनं कस्त्यजति सुखमिच्छत्यथ परम् ।। २५।। અર્થ : સંસારમાં હાથી, ઘોડા, ગાય વગેરેના સંગ્રહવાળી રાજ્યલક્ષ્મી છે,
તો શું પોતાના ચિત્તમાં જ જ્ઞાન, ધ્યાન અને પ્રથમથી ઉત્પન્ન થયેલી તેવી જ્ઞાનલક્ષ્મી નથી ? બાહ્ય જગતમાં વહાલી કહેવાતી સ્ત્રીઓ છે, તો શું ચિત્તમાં વહાલી આત્મરતિ નથી ? જો છે, તો પછી સ્વાધીન એવું સુખ જતું કરીને
પરાધીન સુખની ઈચ્છા કોણ કરે? (३५) पराधीनं शर्म क्षयि विषयकाझौघमलिनम् ।
भवे भीते: स्थानं तदपि कुमतिस्तत्र रमते । बुधास्तु स्वाधीनेऽक्षयिणि करणौत्सुक्यरहिते ।
निलीनास्तिष्ठन्ति प्रगलितभयाध्यात्मिकसुखे ।।२६।। અર્થ : સંસારસુખમાં તે કેટલા દોષો બેઠા છે? તે પરાધીન છે, વિનશ્વર છે,
વિષયાસક્તિથી મલિન બનેલું છે, ભયનું કારણ છે. આમ છતાં ય મલિન મતિવાળા માણસોને એમાં જ આનંદ આવે છે. જ્યારે જ્ઞાની આત્મા તો જે સ્વાધીન છે, શાશ્વત છે, ઈન્દ્રિયોની ઉત્સુકતાથી મુક્ત હોઈને નિર્મળ છે અને જે સર્વ ભયથી મુક્ત છે
તેવા આધ્યાત્મિક સુખમાં જ લયલીન બની રહે છે. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર)