________________
અર્થ : દુઃખગર્ભ વૈરાગ્યથી સંસાર છોડતા જીવને લોચ, વિહારાદિથી કાયાને અને ગુર્વજ્ઞાપાલનથી મનને સતત ખેદ રહ્યા કરે છે ! દુઃખથી ત્રાસેલાને આ દુ:ખો ય શેં ગમે ?
વળી એને જે કાંઈ થોડું પણ શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત થાય છે તે પણ તેના આત્માને તૃપ્ત કરી શકતું નથી.
આવા આત્માને જો પોતાને મનગમતું કશુંક ક્યાંક મળી જાય તો તેનું બાહ્ય પતન થઈ જતા પણ વાર લાગતી નથી.
(४७) दुःखाद्विरक्ताः प्रागेवेच्छन्ति प्रत्यागतेः पदम् ।
अधीरा इव सङ्ग्रामे, प्रविशन्तो वनादिकम् ।। ३ ।।
અર્થ : દુઃખથી કંટાળીને ભાગી છૂટેલા એ આત્માઓ સાધુવેષ સ્વીકારવા પૂર્વે જ સાધુવેષમાં ય વળી કષ્ટ પડે તો ત્યાંથી પાછા આવી જવા માટેનું એક સ્થાન શોધી રાખતા હોય છે.
ન છૂટકે યુદ્ધે ચઢતા કાયર પુરુષો યોગ્ય તક મળતા જ ત્યાંથી નાસી છૂટીને ક્યાંક સંતાઈ જવા માટે જેમ કમલવનાદિના સ્થાનને પહેલેથી જ નક્કી કરી રાખે છે તેમ.
(४८) शुष्कतर्कादिकं किञ्चिद्वैद्यकादिकमप्यहो ।
पठन्ति ते शमनदीं, न तु सिद्धान्तपद्धतिम् ।। ४ ।।
અર્થ : આવા વૈરાગ્યવાળા જીવો થોડા લુખ્ખા તર્ક વગેરે ભણી લે છે, કાંઈક વૈદક, જ્યોતિષ વગેરે પણ જાણી રાખે છે. પરંતુ એ બિચારા, શમના નીરથી ભરેલી નદી જેવા શાસ્ત્રમાર્ગને તો અડતા ય નથી.
(૪૧) પ્રગ્ન્યપત્ત્તવવોથેન, નર્વોખાળ = વિષ્રતિ।
तत्वान्तं नैव गच्छन्ति प्रशमामृतनिर्झरम् ।। ५ ।। અર્થ : એકાદ ગ્રન્થનું અધકચરૂં જ્ઞાન પ્રાપ્ત થઈ જાય એટલામાં તો અભિમાનમાં આવી જઈને ધમધમી ઊઠે છે. પરંતુ પ્રશમ અમૃતના ઝરણા સમો શાસ્ત્રનો પાર તો કદી પામી શકતા નથી.
(५०) वेषमात्रभृतोऽप्येते, गृहस्थान्नातिशेरते ।
न पूर्वोत्थायिनो यस्मान्नापि पश्चान्निपातिनः ।। ६।।
************** જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર)
૧૩