Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આણુ-એ-ધમે વિશેષાંક ! નામનાઓ, માન પ્રસિદ્ધિની લાલસાએથી પર બની માત્ર શાસનની પેઢીને જ ! વફાદાર રહે છે.
મુનીમ જે સ્વાથી જ બને તે બધાને ઊંધા માર્ગે દોરે અને પેઢીને ખાડામાં ? 8 ઉતારે. તેમાં વધારે દોષિત મુનીમ જ કહેવાય કેમકે પોતાની ઉપર મૂકેલા વિશ્વાસનો છે છે દ્રોહ કરે છે. તેવી જ રીતે અહીં પણ પોતાના સ્વાર્થ માટે લેકેને ગમતું સમજાવે, ફાવતું કરાવે છે તે બધા પણ ગેરમાર્ગે દોરનારા તેટલા જ દોષિત છે. તેવા જ છે ભલા ભોળા ભદ્રિક જીવની ધર્મશ્રદ્ધાના મૂળમાં જ અગ્નિ મૂકનારા છે. તેવામાં તે ! દેશકાળાદિના નામે સ્વચ્છંદી ગોળાઓ ગબડાવનારા અને પિતાના સ્વતંત્ર વિચારે છે ફેલાવનારા છે, ખરેખર પરમતારક શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાથી વિપરીત વિચાર કરવા ? વાણી બોલવી કે વર્તન કરવું કે પોતાના અંગત વિચારો શાસ્ત્રના નામે ફેલાવવા તે ! તે પારકી થાપણ ઓળવા જેવું છે. તેમાં તે નથી સજજનતા કે નથી માણસાઈ પણ! ?
આ પુણ્ય પુરુષ ભગવાનની પેઢીનું મુનીમપણું બરાબર દીપાવી ગયા અને કેવી ? આ રીતના દીપાવાય તેને માર્ગ પણ બતાવી ગયા. આવા મહાપુરુષને પામ્યાની સાર્થકતા છે કરવી હોય તે સૌ પુણ્યાત્માઓ ભગવાનની પરમતારક આજ્ઞાઓનો સાચો રાગ કેળવે, તે માગે ડગ માંડે તે કલ્યાણે સુનિશ્ચિત જ છે. જાત પ્રભાવના કે નામનાની ઇરછાને દેશવટો દીધા વિના આજ્ઞાનો રાગ જન્મશે નહિ. સૌ કઈ આજ્ઞાના અનન્ય અનુરાગી અને પ્રેમી બની કલ્યાણને પામે તે જ મંગલકામના.
નકલી મુમુક્ષુ જામનગરના અશોકથી સાધુ-સાધ્વી ભગવંત સાવધાન
જામનગરને અશોક નામે યુવાન (ઉં. વર્ષ ૩૮ લગભગ) પિતાને દીક્ષા આપવા છે માટે જુદા જુદા સાધવીજીઓ પાસેથી ભલામણ પત્ર લખાવીને આચાર્ય ભગવંત કે મુનિ- ૧ છે વર પાસે જાય છે. પિતાના છુટા છેડા થયેલ હોવાનું સર્ટીફિકેટ બતાવે છે. અને દીક્ષા ,
લેવા માટે અભ્યાસ કરવાના બહાને સાધુઓ પાસે રહે છે. અને ૨-૪ દિવસમાં જ છે છે પિતાને કુટુંબીઓ (કાકા) વિ. ને જાણ કરવા મુંબઈ જવું જરૂરી છે અથવા મા-બાપ પાસે જામનગર જવું જરૂરી છે. ખિસ્સામાંથી પાકીટ પડી ગયેલ હોવાથી ટિકિટ માટે ! પૈસા જોઈએ છે ઈત્યાદિ વિવિધ બહાના કાઢીને પસા મેળવીને રફુચકકર થઈ જાય છે.
ચાલુ વર્ષે જેઠ સુદિ ૧૦ ના તેણે દીક્ષા લીધેલ, અને થોડા જ દિવસમાં સુરેન્દ્રનગરથી હું બધું લઈને ભાગી ગયેલ.
ઉપરોકત માહિતિ પ્રમાણભૂત મુનિવર પાસેથી જાણવા મળી છે, જેથી શાસન | હીલના ન થાય તે માટે આ જાહેરાત આપવી પડી છે. ' ૧૫, સ્વ લોક, ગાર્ડન પાસે એલીસબ્રીઝ લી. -લક્ષ્મીચંદ શામજી છેડા અમદાવાદ-૩૮૦૦૦૮
ફેન : ૪૬૯૫૨૫-ઘર