Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
નેમજી અને રાજુલના નવ ભવોની પ્રીતનું વર્ણન પણ છે. જેમાં દેવનો ભવ, રાજાના ભવ આદિ ભવોના વર્ણન છે. નાયિકા રાજુલનો વિરહ પણ સુંદર રીતે આલેખ્યો છે. વિલાપ કરતા રાજુલ કહે છે કે પશુઓ મારા વેરી બન્યા છે. મુંગા પશુઓ પણ તેમની વાચામાં નેમકુમાર પાસે જીવતદાન માંગે છે અને જેમકુમાર તેમની વાણીને સમજી સંયમ લે છે.
કથાઓમાં રાજાઓ, રાણીઓ, મુનિભગવતો, બ્રાહ્મણો, વેપારીઓ, તાપસો, સાર્થવાહ, મલેચ્છો, ધાતુવાદીઓ, વેતાલ, યક્ષો, દેવો, રાક્ષસો, બાલિકાઓ, છાત્રો, ગણધરો, વિહરમાન જિનેશ્વરો, વરકન્યાઓ વગેરેનો સમાવેશ થાય છે.
શ્રીપાલ રાજાના રાસમાં જ્યારે શ્રીપાળકુંવર ધવલશેઠના વહાણોને લઇને જાય છે ત્યારે તેમાં ધાતુવાદીઓ, સાર્થવાહ વેપારીના વર્ણનો આવે છે.
પાર્શ્વનાથ ભગવાનના પૂર્વભવોનું વર્ણન કરતા તેમાં ચારણમુનિ, હાથી, દેવો વગેરે પાત્રો આવે છે. મહાવીર સ્વામીના પૂર્વ ભવોના વર્ણનમાં નરકના ભવનું, તિર્યંચના ભવનું તેમજ દેવ અને મનુષ્યભવનું કથાનક આવે છે. નયસારના ભાવમાં મુનિ ભગવંતો આવે છે અને નયસાર તેમનો આવકાર કરી હોરાવી અને શુભકર્મનું ઉપાર્જન કરે છે. આમ નયસાર મુખ્ય પાત્ર ર૭ ભવો પાર કરી વર્ધમાનના ભવમાં આવે છે અને દીક્ષા લઇ ઉપસર્ગો સહન કરે છે. તેમાં દેવ અને માનવ ઉત ઉપસર્ગો પણ થાય છે. ચંડકૌશિકને પણ તે તારે છે. આમ પાત્રોનું વૈવિધ્ય જીવનચરિત્રમાં જોવા મળે છે. દેવકૃત અતિશયો પણ વર્ણવાયા છે.
મુનિસુવ્રત સ્વામી ઘોડાને પ્રતિબોધ કરે છે.
આમ, દરેક કથાનકમાં તિર્યંચપાત્રો, દેવ, નારક અને મનુષ્યના પાત્રોનું વૈવિધ્ય કથાને રસપ્રદ બનાવે છે. જેને કથાઓમાં છેલ્લે મુનિભગવંત કથાના મુખ્ય પાત્રને પ્રતિબોધ કરે છે અને તે પાત્ર દીક્ષા લઈ ઉત્તરોત્તર મોક્ષ પ્રાપ્ત કરે છે. વર્ણનો:
કથાનકમાં પાત્રોને રજૂ કરવા તેમના વર્ણન કરવામાં આવે છે. તેમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. જેમકે સ્ત્રીપાત્રને રજૂ કરતા તેના સૌંદર્યનું, દેહલાલિત્યનું વર્ણન કરવામાં આવે છે. જેમાં અનેક ઉપમાઓ આપી પાત્રને રજૂ કરતા વાચકની નજર સમક્ષ પાત્ર જાગૃત થાય છે અને કથામાં રસ પડે છે. રાજાઓના વર્ણનો કરતા તેની ૭ર કળાઓ તેના પરાક્રમોનું વર્ણન કરવામાં આવે છે. તીર્થકરની કથામાં પરમાત્માનો જન્મ થતાં ઇંદ્રો જ્યારે મેરુ પર્વત પર પરમાત્માને લઇ અને જે રીતે જન્મ મહોત્સવ ઉજવે છે તેનું વર્ણન ત્રિષષ્ઠિમાં હેમચંદ્રાચાર્યે એટલી સુંદર રીતે કર્યું છે કે મેરુ પર્વત