Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
પાછલા ભવનું, લાભમદ ઉપર સૂભૂમ ચક્રવર્તીનું, કુલમદ પર મરિચિનું, ઐશ્વર્યમદ ઉપર દશાર્ણભદ્રનું, બલમદ પર શ્રેણિક રાજાનું, રૂપમદ ઉપર સનત ચક્રવર્તીનું, તપમદ પર નંદિષણ મુનિનું, શ્રુતમદ પર સ્ફુલિભદ્રનું દૃષ્ટાંત આપ્યું છે. અહિંસા આધારિત કથાઓમાં નેમનાથ ભગવાનનું કથાનક છે. પંચમહાવ્રત પાલનના કથાનકો દ્વારા પાંચ મહાવ્રતના પાલનથી કલ્યાણ સાધનાર અલગ અલગ મુનિઓના દુષ્ટાંતો છે. જેમકે અઇમુત્તા મુનિ, અરણિક મુનિ, ઝાંઝરિયા મુનિ, બંધક મુનિ વગેરેના કથાનકો છે . આ ઉપરાંત પ્રભાવક કથાઓમાં વજ્રસ્વામી, હરિભદ્રસૂરિ, આદિના કથાનકો છે.
આ ઉપરાંત દેવોની કથા છે. જેમાં વિદ્યાધર દેવો આદિની કથા છે. તિર્યંચની કથામાં કૂકડા, પોપટ, હાથીના ભવમાં રહેલ પરમાત્મા કે અન્ય રાજા આદિના જીવની કથાઓ વર્ણવાયી છે. જેમા તિર્યંચ યોનિમાં કરેલ પચ્ચખાણ તેમ જ વ્રતનું મહત્ત્વ બતાવ્યું છે. આ ઉપરાંત નારકીની કથાઓ, બાર ભાવના આધારિત કથાઓ પણ વર્ણવાયી છે. જેમાં અનિત્ય ભાવના પર ભરતચક્રવર્તી, અશરણ ભાવના પર અનાથીમુનિ, સંસાર ભાવના પર મલ્લિનાથના ૬ મિત્રોની કથા, એકત્વ ભાવના પર નમિરાજર્ષિ આદિના કથાનકો વર્ણવ્યા છે.
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આધારિત ધ્રુષ્ટાંતો પણ આલેખ્યા છે. આમ, કથાના વિષયોમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે.
પાત્રોઃ
કથામાં પાત્રોનું પણ વૈવિધ્ય હોય છે. મુખ્ય પાત્ર આધારિત કથા હોય છે. આ સિવાયના ગૌણ પાત્રો પણ કથામાં હોય છે. પશુપક્ષીના પાત્રો પણ હોય છે. જેમ કે તરંગવતીની કથામાં તરંગવતી નાયિકા છે તેના આધારિત કથા છે. છતાં ગૌણ પાત્રોમાં તેના માતા-પિતા, તેની સખી, પતિ આ બધા પાત્રો કથાને આગળ વધારવા તેમજ રસપ્રદ બનાવવા ઉપયોગી છે. આ ઉપરાંત પાધિ જે ચક્રવાકના મૃત્યુમાં નિમિત્ત બને છે અને આગળના ભવમાં એજ તરંગવતી અને તેના પતિને બચાવે છે તેમજ મુનિ બન્યા પછી બંનેને પ્રતિબોધ કરે છે.
કેટલીક કથા નાયક આધારિત હોય છે. જેમકે ચંદરાજાના રાસમાં ચંદરાજા મુખ્ય પાત્ર છે. ચંદરાજાની આધારિત કથા છે. તે ઉપરાંત તેની પત્નિ, અપરમાતા, નટ, પ્રેમાલચ્છી વગેરે પણ કથાને આગળ વધારવામાં ઉપયોગી છે. તિર્યંચપાત્ર પણ છે. જેમકે ચંદરાજાને તેની અપરમાતા ગુસ્સે થઇ અને કૂકડો બનાવી દે છે.
નેમનાથ ભગવાનની કથામાં નેમકુમાર લગ્ન કરવા જઇ રહ્યા છે અને પશુઓનો પોકાર સુણી પાછા વળે છે. અને અહિંસાનો રસ્તો પકડે છે સંયમ લે છે. આ કથામાં
33