Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
છે. અનેક પ્રબન્ધ પણ સંસ્કૃતમાં લખેલા છે. સંસ્કૃત સિવાય જૈન આચાર્યોના કથા સાહિત્ય મુખ્યત્વે અપભ્રંશ અને વિભિન્ન રૂપોમાં મળે છે. અપભ્રંશમાં મુખ્યતઃ ચરિતકાવ્ય વિશેષરૂપમાં લખાયા છે. ભાષાની અપેક્ષાએ અપભ્રંશ ઉપરાંત જૈનાચાર્યોને મુખ્યત્વે મારુગુર્જરને અપનાવ્યું. કથા સાહિત્યની ષ્ટિએ આમાં પર્વકથાઓ અને ચિરત નાયકોના ગુણોનું વર્ણન કરતી નાની-નાની રચનાઓ મળે છે. વિશેષરૂપે તીર્થમાળાઓ મારુગુર્જરમાં જ લખાઇ છે. જે તીર્થો સમ્બધી કથાઓ પર વિશેષ ભાર આપે છે. એમાં રાસા સાહિત્ય પણ કથાઓ પર વિશેષ ભાર આપે છે. એમાં રાસા સાહિત્ય પણ લખાયું છે. જે ઐતિહાસિક કથાઓના પ્રમુખ આધાર માનવામાં આવે છે.
આધુનિક ભાષામાં હિન્દી, ગુજરાતી, મરાઠી, બાંગલામાં જૈન કથા સાહિત્ય લખાયું છે. વર્તમાનમાં પાંચસોથી અધિક જૈન કથા ગ્રંથ હિન્દીમાં ઉપલબ્ધ છે. હિન્દી સિવાય જૈન કથા સાહિત્ય ગુજરાતી ભાષામાં પણ ઉપલબ્ધ છે. વિશેષરૂપે આધુનિક કાળના શ્વેતામ્બર આચાર્યોએ ગુજરાતી ભાષામાં અનેક જૈન કથાઓ તથા નવલકથાઓ લખી છે. બસોથી વઘારે ગુજરાતી ભાષામાં જૈન કથાઓ પર ગ્રંથ ઉપલબ્ધ છે. દિગમ્બર પરંપરામાં કેટલાક કથા ગ્રંથ મરાઠીમાં લખાયા છે. આ ઉપરાંત ગણેશજી લલવાણીએ બંગલા ભાષામાં કેટલીક કથાઓ લખી છે.
જ્યાં સુધી દક્ષિણ ભારતીય ભાષાઓનો પ્રશ્ન છે તામિલ અને કન્નડમાં અનેક જૈન ગ્રંથ ઉપલબ્ધ છે. એમાં તામિલમાં જીવક ચિંતામણી આદિ મુખ્ય છે. આ સાથે કન્નડમાં ‘આરાધના કથા' નામનો ગ્રંથ છે જે આરાધના કોશ પર આધારિત છે. આમ, જૈન કથા સાહિત્ય વિસ્તૃત અને વ્યાપક હોવાની સાથે વિવિધ ભાષામાં રચાયું
છે.
૬,૧૭
સમગ્ર રીતે જોતાં જૈન સાહિત્ય ચરિતાત્મક છે તેટલું જ ઐતિહાસિક છે, અને ગુજરાતના ઇતિહાસમાં તે અનેરું સ્થાન લે છે. ભારતીય કથા સાહિત્યની ધારાઓ વૈદિક, બૌધ્ધ અને જૈન ત્રણ છે. પ્રાકૃત કથા સાહિત્યમાં શ્રમણોએ સારો એવો ફાળો આપ્યો છે.
જૈન કથા સાહિત્યનો ઉદ્ગમ અતિ પ્રાચીન છે. કથા પહેલા મૌખિક અને ત્યાર બાદ લેખિત રૂપમાં વિકાસ પામતી રહી. રાસાઓ પણ પ્રચલિત કથામાંથી લેવાયા છે. જૈન ધર્મગ્રંથ મૂળ ‘આગમ’ છે. ૪૫ આગમમાંથી ત્રેવીશ આગમોમાં દુષ્ટાંત કથાનો ઉલ્લેખ છે. તેમાં જ્ઞાતાધર્મકથા, ઉત્તરાધ્યયન સૂત્ર વગેરે વિશેષ રૂપે કથા આધારિત છે. જૈન સાહિત્ય સંસ્કૃતમાં પણ જોવા મળે છે.
31