________________
ગુજરાતી સામયિક પત્રો
આવવા પામે છે. ગુજરાતના મોટા વ્હોટા શહેરેની ખબરો સર્વ પ્રકારની નિયમિત રીતે પ્રગટ થતી રહે તો એની અસર કઈક જુદીજ થવા પામે.
કેટલાંક વર્ષો પર એસોસિએટ પ્રેસના અમદાવાદના ખબરપત્રી મી. ચીમનલાલ મોદીએ ગુજરાત ન્યુઝ સર્વિસ સ્થાપવાનું કાર્ય શરૂ કર્યું હતું; પણ પુરતી નાણાંની મદદના અભાવે એ કાર્ય અધવચ્ચે છેડી દેવું પડયું હતું. તે અખતરો ફરી અહિંના દૈનિકપત્રોએ અજમાવવા જેવું મને લાગે છે.
આપણા પત્રોનું રીપેટીંગ સુધરતું જાય છે. તે અહેવાલ જેમ મુદ્દાસર તેમ એકસાઈભર્યો હોય છે; પણ કેટલીક વખત એ વૃત્તાંત એકતરફી આપવાનું, તેને ભચરડી નાંખવાનું વલણ જોવામાં આવે છે, એ દોષથી આપણા પત્રો દૂર રહે એમ સૌ કઈ પરકારિત્વમાં રસ લેનાર ઇચ્છશે. રીપેટ શુદ્ધ, સાચો અને વિશ્વસનીય હોય, એજ આવશ્યક છે. તેમાં તેની મહત્તા રહેલી છે એટલું જ નહિ પણ પત્રકારનું તે એક કર્તવ્ય અને આશય હોવાં જોઈએ.
અઠવાડિક પત્રમાં પણ સારો સુધારે થયેલો જોવામાં આવે છે; તેમાં મુંબાઈ જ આગેવાની લે છે.
દૈનિક પત્રોનો બહોળો પ્રચાર નહતો ત્યારે આ અઠવાડિક પત્ર સાત દિવસની ખબર એકત્રિત કરીને છાપતાં હતાં, એ રીતિ વાસ્તવિક હતી.
પણ અત્યારે દૈનિક પત્રો મોટી સંખ્યામાં બહાર પડે છે અને તેને ખ૫–ઉપાડ પણ ભારે છે. દરરોજના બનાવની તાજી બાતમી પ્રજાને મળી શકે તે માટે ખાસ વધારા કાઢવામાં આવે છે.
આ પરિસ્થિતિમાં આપણું અઠવાડિકોએ તેના સંપાદન વિભાગમાં કેટલાક ફેરફાર કરવો ઘટે છે.
તે બે રીતે કરી શકાય. એક તો સદરહુ અઠવાડિકને ઈગ્રેજી અઠવાડિકો-ઈન્ડિયન સોશિયલ રીફેમર, સ્પેકટેટર, ન્યુ સ્ટેટ્સમેન અને નેશન વગેરેની ધાટીએ અથવા તે ઈગ્લાંડના સન્ડે ટાઈમ્સ, એન્ઝર્વર, માન્ચેસ્ટર ગાર્ડિયનની પદ્ધતિએ, જેમાં માત્ર છેલ્લા દિવસના તાજા સમાચાર જ આપેલા હોય. " તદુપરાંત તેની ઉપયોગિતા અને આકર્ષણ વધારવા સારૂ આપણું અઠવાડિકમાં જુદા જુદા અભ્યાસીઓ અને નિષ્ણાતોના હસ્તે લખાયેલા લેખો, અમુક અમુક વિષય પર નિયમિત રીતે છપાતા રહેવા જોઈએ.
“સાહિત્ય પ્રિય” ની સંજ્ઞા નીચે પ્રજાબંધુમાં સાહિત્ય અવલોકનનું કલમ આવવા માંડયું ત્યારથી સર્વ પત્રએ તેનું અનુકરણ કર્યું છે; અને અઠવાડિકેનું તે અંગ આકર્ષક નિવડયું છે.'
૧૯