Book Title: Granth Ane Granthkar Pustak 04
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 270
________________ ૧૯૩૨ ની કવિતા વિરાટનું સોણલું તો સરી પડયું, ' ધીમે રહી અંતર ખોલી આપ્યું; અનન્ત એવું અવકાશ વ્યાપ્યું, અશ્વિનીને સાંપડયું મ–તુંબડું. સંગીતના શાશ્વત બેલ થીજતાં તારા બની તુંબ મહીં દીવા થતા ! કૃષ્ણલાલ શ્રીધરાણી બે ભાવનાઓ (પૃથ્વી) જયદિ જવું ગમે જ-સ્મિત લક્ષ્મીનાં ઓસરી, સુવર્ણતણ કાન્ત કાતિ મળી જાય માટી મહીં, હીરા રતન ને મણિ પથ તણી બનો કાંકરી, પરંતુ અમલું પ્રસાદમય હાસ્ય પારિત્ર્યનું થજે ન કદિ ઝાંખું, ના મલિન એ કદિ યે થશે, નિરંતર પ્રસન્ન પદ્મસમ અંતરે એ ઠરા. ભલે સકળ વિશ્વનાં વિષ જવલંત ને કારમાં સુખે જગત ઠાલવે મુજ મુખે, અને દાહના દુઃખે અણુઅણુ બને વિકલ વ્યરત છો માહરા; પરંતુ ધરશે નહિ હૃદય વાકાઠિન્યને, સૂકાઈ ઉરથી જશે ન કદી પ્રેમની નિઝરી, વહી વહી વિશાલ વિશ્વપટ નિત્ય ભીજાવતી. રહે વિષસમુદ્રમાં અમૃતપૂર્ણ મંદાકિની, અનંત સ્મિતના તરંગ પર ભદ્ર વિસ્તારતી. પૂજલાલ: ૧૬૫

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280