Book Title: Granth Ane Granthkar Pustak 04
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર ચરિત્રાવલી દીવાદાંડી
(મંદાક્રાન્તા) જાતાં જાતાં સફર મહીં આ સિંધુના માર્ગ માંહી, છૂપા ઊભા ખડક તહીં જે કાળ શા નાવ કેર ! તુટયા જહાજે, ઝઝૂમી મરિયા જે ખલાસી બધા ત્યાં, દીવાદાંડી સ્વરૂપ ઝળકે પ્રાણ શું સર્વને આ?
દરેથી કે જલધિજલના માર્ગમાં નાવ આવે, સંદેશાઓ ચમકી ચમકી વહાણને એ કહાવે; ના ના, ના ના, અહીં નહિ, અહીં કાળ ઊભો લપાઈ તારું આંહી જીવન સઘળું–પ્રાણ જાશે હરાઈ. સંદેશાઓ ઝબકી ઝબકી આવતા પ્રાણ કેરા, સૂણીને સૌ દિશ બદલતા નાવ કેરી ખલાસી; જાતાં મારું જીવન-જલધિ-માર્ગ જે નાવ તૂટે, દીવાદાંડી બની રહી તહીં ચેતવું સૌ પ્રવાસી.
પ્રફ્લાદ પારેખ
૧૭૪

Page Navigation
1 ... 277 278 279 280