Book Title: Granth Ane Granthkar Pustak 04
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર ચરિત્રાવલી
ભગ્ન સ્વમની નાવ
મારી નાવ કરે કા પાર ? કાળાં ભમ્મર જેવાં પાણી, જુગ જુગ સંચિત હૈ ! અંધાર; સૂર્ય ચન્દ્ર નહિ, નહિ નભજ્ગ્યાતિ રાત દિવસ નહિ સાંજ સવારઃ
મારી નાવ કરે કા પાર?
ભાવિના નહિ પ્રેરક વાયુ, ભૂત તણા દાખે આથાર; અધડૂબી દીવાદાંડી પર ખાતી આશા મે।તપછાડઃ
મારી નાવ કરે કા પાર ?
નથી હીર, નથી માણેકમાતી, કનક તણેા નથી એમાં ભાર; ભગ્ન સ્વમના ખંડિત ટુકડા
તારી કાણ ઉતારે પાર ? મારી નાવ કરે કે પાર ?
‘સ્નેહરશ્મિ’
વિષાદ
(પૃથ્વી)
મને અવગણા, તો, નવ કદી ય સંભારજો, વહે નયન અશ્રુધારી નવ લૂછવા આવો; અનેક થર જામિયાં ઉર અશાન્તિનાં, ભેદવા પ્રયત્ન કરશે નહિ; સુદૃઢ એ ભલે સૌ રહ્યાં.
સુકેામલ ન ભાવ દૂર જડતા કરીને ફરી પ્રસુપ્ત સ્મરણાબ્ધિમાં નવતર`ગને પ્રેરશે; સ્પૃહા ન તમ સંગની, ન કરવી ચે ગેાઠડી, વિલુપ્તગતકાલભસ્મ ઉરમાં પડી સેંધરી.
૧૭૨

Page Navigation
1 ... 275 276 277 278 279 280