Book Title: Granth Ane Granthkar Pustak 04
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 274
________________ ૧૯૩૨ ની કવિતા અહા ! તુજ વધામણે પ્રકૃતિ આજ શી શેલતી ! ઝૂમી કુસુમનાં રહ્યાં વિવિધ આજ શાં ઝૂમખાં ! • ધસું ઝટ હું બહાવરે ઉપવને ફુલે વીણવા, અને કુસુમગ્રન્થિથી ચરણ તાહરા પૂજવા. ગુલાબ લઊં ? ના, કપલ તુજ રમ્ય એથી ઘણા; મૃણાલ ? નહિં કુલ એથી તુજ નેત્ર સેહામણાં; લઊં શું બટમેગરો ? નહિ જ; ચંપકો? ના, નહિ; શિરીષ? નહિ; –માલતી ? નહિ જ; ભાળ મન્દારની ? ખસે, કુસુમ શી વિધે કુસુમસત્ત્વશીને ઉરે વસે ? ઇતરને ભલે કુસુમ સર્વ એ રીઝવે; હું તો મુજ અધકડા, ખટમીઠા જ શબ્દો ગૂંથી, પદે તુજ મહેશ્વરી ! હદય ભાવભીને ધરી કૃતાર્થ મુજને ગણીશ, સુરસંધ સ્પર્ધાત. કૃતાર્થ નહિ કેમ હું કવિ અને કલાકારથી ? હું તે અનુભવીશ આજ સહુ તેમની કલ્પના ! કળા કવનની અને પરમ સર્વ તું શિલ્પનું, સદેહ મુજ અન્ય આ સદન આજ ઉજાળશે ! મનસુખલાલ મગનલાલ ઝવેરી દિવ્યત્રયી (વસંતતિલક) સૌન્દર્યની સરિત સૂક્ષ્મ સદા વહન્ત, હેમાં અનન્ત રમતા શુચિ પ્રેમદી૫; પ્રત્યેક 'ઊર્મિ નવલું સ્મિતગીત ગાતી, પ્રત્યેક દીપ નવત રહે વિલાસી. સૌન્દર્યની અવનવી મુજ ઊર્મિ મહું તો ' જાણું સદાય તુજને; મુજ પ્રેમદીપ ૧૬

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280